ફિલ્મ ‘Pushpa 2: The Rule’ એ રીલીઝ પહેલા જ પુષ્પા રાજનો જોવા મળ્યો દબદબો, સિનેમાઘરોમાં રિલીઝ થવાના દોઢ મહિના પહેલા કરી કરોડોની કમાણી

Amit Darji

‘Pushpa 2: The Rule’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક ફિલ્મ રહેલ છે. લોકો દ્વારા આ ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. આ ફિલ્મ સાથે નેશનલ એવોર્ડ વિનર અલ્લુ અર્જુન તેના અનોખા અને યાદગાર પાત્ર પુષ્પરાજ સાથે વાપસી કરવા માટે તૈયાર છે. મેકર્સ દ્વારા પણ આ ફિલ્મને લઈને દર્શકોનો ઉત્સાહ વધારવા માં કોઈ કસર છોડવામાં આવી રહી નથી. એવામાં આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મ દ્વારા રિલીઝ પહેલા જ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એવામાં આ ફિલ્મ દ્વારા રિલીઝ પહેલા જ રૂ. 1085 કરોડનું પ્રી-રિલીઝ કલેક્શન કરી લેવામાં આવ્યું છે.

અલ્લુ અર્જુને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માં પોતાના અભિનય માટે નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેની સાથે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી પણ કરી લીધી હતી. હવે અલ્લુ અર્જુન ‘Pushpa 2: The Rule’ સાથે બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે ફરીથી તૈયાર છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચાનો વિષય બની ગયેલ છે. આ ફિલ્મ દ્વારા રિલીઝ પહેલા જ 1085 કરોડ રૂપિયાની કમાણી કરી લેવામાં આવી છે. હવે અમે તમને જણાવી દઈએ કે, આ આવક ક્યાંથી આવી છે. આ એક રેકોર્ડ બ્રેકિંગ ડીલ રહેલ છે અને તેને ભારતમાં અત્યાર સુધીની સૌથી આકર્ષક ફિલ્મ ડીલ ગણાશે. નિર્માતાઓના જણાવ્યા મુજબ, 640 કરોડ રૂપિયામાં થિયેટ્રિકલ રાઇટ્સ વેચવામાં આવેલ છે. તેની સાથે ફિલ્મ દ્વારા એક મોટી ડિજિટલ ડીલ કરવામાં આવી છે જેમાં નેટફ્લિક્સ દ્વારા 275 કરોડ રૂપિયામાં રાઇટ્સ ખરીદવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂલ’ ના ઓવરઓલ પ્રી-રિલીઝ બિઝનેસ પર નજર કરીએ તો ફિલ્મ દ્વારા આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 220 કરોડ રૂપિયા, ઉત્તર ભારતમાં 200 કરોડ રૂપિયા, તમિલનાડુમાં 50 કરોડ રૂપિયા, કર્ણાટકમાં રૂ. 30 કરોડ, કેરળમાં 20 કરોડ રૂપિયા અને વિદેશી બજારો માં રૂ. 140 કરોડની કમાણી કરવામાં આવી છે. આ સિવાય મ્યુઝિક રાઇટ્સ 65 કરોડ રૂપિયામાં અને સેટેલાઇટ રાઇટ્સ 85 કરોડ રૂપિયામાં વેચાયા છે. ફિલ્મે તેના નોન થિયેટ્રિકલ રાઇટ્સ માંથી 425 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે.

ફિલ્મની રિલીઝ તારીખ

‘પુષ્પા 2: ધ રૂલ’ 6 ડિસેમ્બર 2024 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ Mythri Movie Makers દ્વારા કરવામાં આવેલ છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં રહેલા છે. ફિલ્મનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવેલ છે. અલ્લુ અર્જુન દ્વારા પહેલાથી જ મજબૂત શરૂઆત કરી દેવામાં આવી છે. ફિલ્મ રિલીઝ થવામાં હજુ 1.5 મહિનાનો સમય બાકી છે. આવી સ્થિતિમાં, લાગે છે કે આ ફિલ્મ ઘણા નવા રેકોર્ડ પોતાના નામે કરશે.

 

Share This Article
Leave a comment