BSNL દ્વારા 22 ઓક્ટોબરના રોજ એટલે આજે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેનો નવો લોગો અને સ્લોગન લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સરકારી ટેલિકોમ કંપની દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તેને સાંભળીને લાખો યુઝર્સ ખુશ થઈ જશે. ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા નજીકના ભવિષ્યમાં ખાનગી ટેલિકોમ ઓપરેટરો Jio, Airtel અને Vi ના માર્ગ પર ન ચાલવાનું નક્કી કરવામાં આવ્યું છે. કંપનીના એમડી અને ચેરમેન રોબર્ટ રવિ દ્વારા આ આ બાબતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે.
ટેરિફ પ્લાન માં કોઈ ફેરફાર થશે નહીં
કંપનીના ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે, BSNL તેમ છતાં પોતાના યુઝર્સ ને વધુ સારી કનેક્ટિવિટી આપવા પર ભાર આપવામાં આવી રહ્યો છે તેના લીધે વધુને વધુ યુઝર્સ નેટવર્ક સાથે જોડાઈ શકે. કંપની દ્વારા ખાનગી ટેલિકોમ ઓપરેટરો ની જેમ નજીકના ભવિષ્યમાં ટેરિફ પ્લાન ને મોંઘા નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે કંપની દ્વારા આ પ્લાન ને મોંઘા કરવામાં આવશે નહીં. ભારત સંચાર નિગમ લિમિટેડના અધ્યક્ષનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે, એરટેલ, જિયો અને VI દ્વારા જુલાઈમાં તેમના મોબાઈલ ટેરિફમાં 21 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓના મોંઘા ટેરિફ નો લાભ BSNL ને પ્રાપ્ત થયો છે. કંપની દ્વારા માત્ર એક મહિનામાં ત્રણ લાખ યુઝર્સ ઉમેરવામાં આવ્યા છે.
કંપની દ્વારા 24 વર્ષ બાદ પોતાનો લોગો અને સ્લોગન બદલવામાં આવ્યું છે. કંપનીના નવા લોગોમાં ભારતીય ત્રિરંગા ની ઝલક જોવા મળી રહી છે. તેની સાથે તેમાં ભારતનો નકશો પણ જોડવામાં આવ્યો છે. જ્યારે, ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા પોતાના સ્લોગનને કનેક્ટિંગ ઈન્ડિયાથી બદલીને કનેક્ટિંગ ભારતમાં બદલવામાં આવ્યું છે. સરકારી ટેલિકોમ કંપની મોબાઈલ અને લેન્ડલાઈન સેવાઓની સાથે બ્રોડબેન્ડ સર્વિસ પણ પૂરી પાડે છે.
BSNL ના ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે, કંપની તેમ છતાં ટ્રાયલ બેસિસ પર યુઝર્સને 4G સર્વિસ આપવામાં આવી રહી છે. આવતા વર્ષે, 4G સેવા સમગ્ર ભારતમાં વ્યાવસાયિક ધોરણે શરૂ કરાશે. તેના માટે કંપની દેશભરમાં એક લાખ નવા મોબાઈલ ટાવર લગાવવામાં આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 35 હજારથી વધુ નવા ટાવર લગાવી દેવામાં આવ્યા છે.