રશિયાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં અભ્યાસ કરનાર મધ્ય પ્રદેશના મૈહરની રહેવાસી MBBS ની વિદ્યાર્થીની સૃષ્ટિ શર્માનું રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. આ સમાચાર પ્રાપ્ત થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેની સાથે સૃષ્ટિના પરિવારજનો દ્વારા અંતિમ દર્શન માટે મૃતદેહને ભારત મોકલવાની માંગ કરવામાં આવી છે.
જાણકારી મુજબ, હોસ્ટેલ થી કોલેજ જતા સમયે રોડ અકસ્માતમાં આ વિદ્યાર્થિનીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમની પુત્રીના મૃતદેહને ઘરે પરત લાવવામાં આવે તેના લીધે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે. આ બાબતમાં મધ્યપ્રદેશ સરકાર ના ગૃહ વિભાગ દ્વારા ભારત સરકારને પત્ર લખીને પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, MBBS વિદ્યાર્થી ના મૃત્યુ બાદ રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા પીડિત પરિવારને ખાતરી આપવામાં આવી છે કે, તેમની પુત્રીના પાર્થિવ દેહને પરત લવાશે. સીએમ મોહન યાદવ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખવામાં આવ્યું છે કે, “મધ્ય પ્રદેશ સરકાર દ્વારા રશિયામાં અભ્યાસ કરનાર મિસ સૃષ્ટિ શર્માના મૃતદેહને ભારત પરત લાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.”
તેની સાથે રશિયન મીડિયા મુજબ, શુક્રવાર બપોરના આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન સૃષ્ટિ શર્મા તેના છ મિત્રો સાથે કારમાં બહાર જઈ રહી હતી. જે કારમાં જઈ રહી હતી તે સમયે તેનું ટાયર અચાનક ફાટી ગયું હતું, તેના લીધે કારનો દરવાજો ખુલી ગયો હતો. તેના લીધે સૃષ્ટિ નીચે પડી ગઈ હતી અને તેને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટનાસ્થળ પર કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેની સાથે એવું પણ સામે આવ્યું છે કે, ઘટના સમયે સૃષ્ટિ દ્વારા સીટ બેલ્ટ પહેરવામાં આવ્યો નહોતો. કારમાં સવાર ડ્રાઈવર અને અન્ય વિદ્યાર્થીઓ આ અકસ્માતમાં બચી ગયા હતા.
જ્યારે સૃષ્ટિ ની વાત કરીએ તો તે રશિયાના ઉફામાં બશ્કિર યુનિવર્સિટીમાંથી એમબીબીએસનો અભ્યાસ કરી રહી હતી. તેની સાથે 22 વર્ષીય સૃષ્ટિ શર્મા મૈહરમાં રહેનાર રામકુમાર શર્માની પુત્રી હતી અને સૃષ્ટિના પિતા પણ ડોક્ટર રહેલ છે. સૃષ્ટિની જુનિયર ઝોયા દ્વારા સૌથી પહેલા તેના પિતા કલીમને આ ઘટનાને લઈને ફોન પર જાણ કરવામાં આવી હતી. સૃષ્ટિ દ્વારા તેના માતા-પિતાની એકમાત્ર પુત્રી રહેલી હતી. તેના પિતા મૈહરમાં ક્લિનિક ચલાવે છે અને ઘણા વર્ષોથી લોકોની સારવાર કરી રહ્યા છે. સૃષ્ટિનો અભ્યાસ આ વર્ષે પૂર્ણ થવાનો હતો.