મુંબઈમાં પ્રખ્યાત નેતા બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબરના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ બોલિવૂડ અભિનેતા Salman Khan ને પણ ધમકીઓ આપવામાં આવી હતી. તેના લીધે અભિનેતાની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. એવામાં સલમાન ખાનને તાજેતરમાં ધમકી આપવામાં આવી હતી કે, 5 કરોડ રૂપિયા આપો નહીં તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ શકે છે. સલમાન ખાન માટે ધમકીભર્યા મેસેજ મળ્યા બાદ મુંબઈ પોલીસ દ્વારા આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. એવામાં પોલીસ દ્વારા ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની ઝારખંડના જમશેદપુર થી ધરપકડ કરવામાં આવી છે. સલમાન ખાનને ધમકી આપનાર આ આરોપી જમશેદપુરમાં શાકભાજી વેચતો હોવાનું સામે આવ્યું છે.
સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિ ઝડપાયો
સલમાન ખાન માટે છેલ્લા અઠવાડિયે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસ ના વોટ્સએપ હેલ્પલાઈન નંબર પર મેસેજ મોકલીને સલમાન ખાન પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરાઈ હતી. આ વ્યક્તિ દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ નું નામ લઈને ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ આ મેસેજની તપાસ શરૂ કરવામાં આવી અને તે દરમિયાન એક મેસેજ આવ્યો હતો. જેમાં અગાઉ નો મેસેજ ભૂલ થી મોકલવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ બાબતમાં તપાસ કરતા સામે આવ્યું કે, ધમકી ભર્યો મેસેજ ઝારખંડથી મોકલાયો હતો. ત્યાર બાદ પછી પોલીસ ટીમ ઝારખંડ જવા માટે રવાના થઈ ગઈ હતી. એવામાં આ બાબતમાં મુંબઈ પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ઝારખંડના જમશેદપુર થી ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી શાકભાજી વેચનાર નીકળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાન વિરુદ્ધ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ટાંકી ને એક વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેમાં સલમાન ખાન પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજ મોકલનાર દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગેંગને ટાંકી ને જણાવવામાં આવ્યું હતું કે, જો Salman Khan જીવતો રહેવા ઈચ્છે છે અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની સમાપ્ત કરવા ઈચ્છે છે તો તેણે પાંચ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. તેને હળવાશથી લેવાની ભૂલ ન કરો. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, જો તે પૈસા નહીં આપે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ વધુ ખરાબ થઈ જશે. તમને જણાવી દઈએ કે, કાળિયાર શિકાર કેસ બાદ સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે દુશ્મનાવટ ના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે.