જસ્ટિસ Sanjeev Khanna દેશના આગામી ચીફ જસ્ટિસ બનવાના છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા આ બાબતમાં જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જસ્ટિસ સંજીવ ખન્ના વર્તમાન CJI DY ચંદ્રચુડ નું સ્થાન લેવાના છે. તેની સાથે જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બરના રોજ CJI તરીકે શપથ લેવાના છે.
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે, જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ બનવાને છે. જસ્ટિસ સંજીવ ખન્ના 11 નવેમ્બર ના રોજ CJI તરીકે શપથ લેવાના છે. હાલના સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડ નો કાર્યકાળ 10 નવેમ્બર 2024 ના રોજ પૂર્ણ થવાનો છે. પરંપરા અનુસાર સીજેઆઈ પોતાના ઉત્તરાધિકારી ના નામની ભલામણ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, જસ્ટીસ સંજીવ ખન્ના 11 નવેમ્બર, 2024 ના રોજ 6 મહિનાના કાર્યકાળ માટે ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળવાના છે. ત્યાર બાદ તે નિવૃત્ત થઈ જશે. જાન્યુઆરી 2019 માં તેમને દિલ્હી હાઈકોર્ટ માંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી અપાઈ હતી. તેઓ હાલમાં કંપની લો, આર્બિટ્રેશન, સર્વિસ લો, મેરીટાઇમ લો, સિવિલ લો અને કોમર્શિયલ લો માટેના રોસ્ટર પર રહેલા છે. આ સિવાય તેમના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ સંજીવ ખન્ના 358 બેન્ચનો ભાગ રહેલા છે અને 90 થી વધુ ચુકાદાઓ આપી ચુક્યા છે. 2023માં તેમણે શિલ્પા શૈલેષ મામલામાં બંધારણીય બેંચ નો ચુકાદો આપવામાં આવ્યો હતો.
તેની સાથે જણાવી દઈએ કે, ગયા વર્ષે તેઓ એસસી અને એસટી માટે પ્રમોશનમાં અનામતના મુદ્દાની સુનાવણી કરતી ત્રણ જજની બેન્ચનો ભાગ રહેલા હતા. 2019 માં તેમના દ્વારા પ્રખ્યાત ‘RTI જજમેન્ટ’ માં બહુમતી ચુકાદો આપવામાં આવ્યો હતો. 2022 માં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આર્બિટ્રેટર્સ તેમની ફી એક પક્ષીય રીતે તે નક્કી કરી શકતા નથી.