Baba Siddique ની હત્યામાં સામેલ વધુ એક આરોપીની ધરપકડ

Amit Darji

Baba Siddique હત્યા બાદ આ કેસ ને સતત મુંબઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર NCP નેતા બાબા સિદ્દિકીની હત્યામાં સામેલ વધુ એક આરોપીની લુધિયાણામાં થી ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. આરોપી સુજીત સિંહની લુધિયાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ને સોંપી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP જૂથના મોટા નેતા અજિત પવાર જેમનો બોલિવૂડમાં સારો પ્રભાવ રહેલો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને લુધિયાણા કાઉન્ટર ઇન્ટેલિજન્સ તરફથી મળેલ જાણકારી પછી CIA-2 ની ટીમ દ્વારા આ હત્યા કેસમાં સામેલ મુંબઈના ગેટકોપર કામરાજ નગર વિસ્તારના રહેવાસી આરોપી સુજીત કુમારની ધરપકડ કરવામાં આવી છે. સુજીત કુમાર મુંડિયાના રામનગર વિસ્તારમાં પોતાના સાસરિયાના ઘરે આવ્યો હતો.

તેની સાથે જણાવી દઈએ કે, આરોપીઓ વિશે જાણકારી મળ્યા બાદ એડીસીપી અમનદીપસિંહ બ્રારને ફરજ પર મુકાયા હતા. એડીસીપી ક્રાઈમ અમનદીપસિંહ બ્રારની આગેવાની હેઠળની પોલીસ ટીમ દ્વારા આરોપી જ્યાં હતો તે વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સુજીત કુમાર દ્વારા આરોપી નીતિન ના ખાતામાં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા. જેના દ્વારા બાબા સિદ્દિકીની તમામ તપાસ કરવામાં આવી હતી.

આ બાબતમાં એડીસીપી ક્રાઈમ અમનદીપ સિંહ બ્રાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર શ્યામ નાયર અને ઇન્સ્પેક્ટર અરુણ થોરા અહીં આવ્યા હતા. ત્યાર બાદ લુધિયાણા કાઉન્ટર ઇન્ટેલિજન્સનાં ઇન્સ્પેક્ટર કૈલાશ અને ઇન્સ્પેક્ટર બિક્રમજીત સિંહની ટીમ તરફથી જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, આરોપી સુજીત સિંહ આ કેસમાં પોલીસને વોન્ટેડ રહેલ છે અને બાબા સિદ્દીકી હત્યા કેસમાં તે સામેલ છે.

આરોપી વિશે વધુમાં જણાવી દઈએ કે, તે મુંડિયનના રામનગર વિસ્તારમાં સ્થિત તેના સાસરિયા ના ઘરે આવેલો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપી વિશે તમામ જાણકારી એકત્રિત કરવામાં આવી અને પ્લાનિંગ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને તેને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ને સોંપી દેવામાં આવ્યો હતો.

 

Share This Article
Leave a comment