Australia પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, આ સ્ટાર બોલરની થઈ વાપસી

Amit Darji

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પાંચ મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રોહિત શર્મા ને કેપ્ટન અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. Australia પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓને તક આપવા આવી છે. ડોમેસ્ટિક મેચો માં રન બનાવ્યા બાદ અભિમન્યુ ઇશ્વરને ટીમમાં જગ્યા પ્રાપ્ત થઈ છે. નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરાયા છે અને તેઓ આ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા જવાના છે.

કુલદીપ ઈજાના કારણે બહાર

તેની સાથે ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ ટીમથી બહાર થઈ ગયા છે. તે ડાબા કમરની લાંબી સમસ્યાના લીધે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા. જ્યારેમ ભારતના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ ને પણ ટીમમાં સ્થાન આપવામાં આવેલ નથી.

શમીને ફરી મોટો ઝટકો

મોહમ્મદ શમીને ફરી એક વખત ટેસ્ટ ટીમના ભાગ બનાવવામાં આવ્યા નથી. હાલમાં સ્ટાર ફાસ્ટ બોલર સર્જરી માંથી સાજા થઈ ગયા છે. હાલમાં જ કેપ્ટન રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તે ઈચ્છતા નથી કે, મોહમ્મદ શમી આ ટૂર પર ઓસ્ટ્રેલિયા આવે. તેમણે જણાવ્યું કે, ઈમાનદારીથી કહું તો ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે તેને પસંદ કરવો મુશ્કેલ રહેશે. તેને બીજી ઈજા થઈ હતી અને તેના ઘૂંટણ માં સોજો આવી ગયો હતો. તેના તેમની હાલત થોડી વધુ બગડી અને તેને ફરી શરૂઆત કરવી પડી છે. તે ફીઝીયોની સાથે NCA (નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોર) માં છે. અમે અનફિટ શમીને ઓસ્ટ્રેલિયા લઈ જવા ઈચ્છતા નથી. અમને આશા છે કે, તે 100 ટકા સંપૂર્ણપણે ફિટ થઈ જશે.

Australia  માં ઝડપી બોલિંગ આક્રમણ ની આગેવાની જસપ્રીત બુમરાહ પર રહેલી છે. તેમાં તેને સપોર્ટ કરવા માટે મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને પ્રસિદ્ધ કૃષ્ણા ને ટીમમાં સામેલ કર્યા છે. કૃષ્ણા દ્વારા ટેસ્ટ ટીમમાં પણ પુનરાગમન કરવામાં આવ્યું છે. તે છેલ્લી વખત સાઉથ આફ્રિકા સામે રમતા જોવા મળ્યા હતા. જ્યારે  રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર ને સ્પિન વિભાગમાં સ્થાન આપવામાં આવેલ છે. આ સિવાય અક્ષર પટેલને પણ તક આપવામાં આવી નથી.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર

Share This Article
Leave a comment