મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : શું બાબા સિદ્દિકીની સીટ પર Lawrence Bishnoi ચૂંટણી લડશે? આ પાર્ટીએ ફોર્મ માંગ્યું

Amit Darji

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા એનસીપી નેતા બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ની ગેંગ દ્વારા લેવા આવી છે. એવામાં અમદાવાદમાં સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર Lawrence Bishnoi ચૂંટણી લડવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે ઉત્તર ભારતીય વિકાસ સેના (UBVS)  નામના રાજકીય પક્ષ દ્વારા લોરેન્સ બિશ્નોઈ વતી ઉમેદવારી નોંધાવવા માટે રિટર્નિંગ ઓફિસર પાસેથી ફોર્મ A અને ફોર્મ B માંગવામાં આવ્યું છે.

જાણકારી મુજબ, ઉત્તર ભારતીય વિકાસ સેના ના નેતા સુનીલ શુક્લા બાંદ્રા પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આગામી ચૂંટણી માટે લોરેન્સ બિશ્નોઈ વતી ઉમેદવારી પત્ર ભરવા ઈચ્છી રહ્યા છે. તેના માટે તેમના દ્વારા રિટર્નિંગ ઓફિસર પાસેથી A અને B ફોર્મ પણ માંગવામાં આવ્યું છે. સુનીલ શુક્લા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તે ફોર્મ પર બિશ્નોઈ ની સહી પ્રાપ્ત કરશે અને ત્યાર બાદ એફિડેવિટ તૈયાર કરશે, જેમાં લોરેન્સ બિશ્નોઈની ઉમેદવારીને માન્યતા રહેલ હશે.

બાબા સિદ્દીકી દ્વારા પોતાની રાજકીય કારકિર્દી બાંદ્રા પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી શરૂઆત કરવામાં આવી હતી. તે આ જ વિસ્તારના ધારાસભ્ય રહેલા હતા. 12 ઓક્ટોબર ના રોજ બાબા સિદ્દિકીની ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શિબુ લોંકરે દ્વારા લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે જ્યારે મત ગણતરી 23 નવેમ્બર ના રોજ હાથ ધરવામાં આવશે.

Share This Article
Leave a comment