હવામાન નિષ્ણાત Paresh Goswami એ દિવાળીમાં વરસાદને લઇને કરી મોટી આગાહી

Amit Darji

ગુજરાતમાં હાલ વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્યારેક ઠંડી, ગરમી અને પછી ક્યારેક વરસાદ પડી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત Paresh Goswami એ મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા ખેડૂતોને સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન નિષ્ણાત હવામાનમાં આવી રહેલા આ પલટા અંગે ખેડૂતોને સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખેડૂત મિત્રો દ્વારા કપાસ, મગફળી અને સોયાબીન ના હાર્વેસ્ટિંગ વહેલી તકે સાચવી લેવામાં આવે. કેમ કે, 29 ઓક્ટોબર સુધી તાપમાન 32 થી 36 ડિગ્રી જેટલું ઊંચું જોવા મળવાનું છે. એકાદ સેન્ટરમાં તો તાપમાન 36 ડિગ્રી થી પણ ઊંચુ જવાની શક્યતા રહેલી છે. સમગ્ર દિવસ દરમિયાન આટલું તાપમાન અનુભાવાનું છે જ્યારે રાત્રીના સમયે તાપમાન નીચું રહેવાનું છે. એટલે કે, મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે ભારે વિસંગતતા જોવા મળવાની શક્યતા રહેલી છે. તેના લીધે પાક પર નેગેટિવ અસર જોવા મળવાની છે.

તેની સાથે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થવાની શક્યતા છે. પરંતુ હવામાનમાં એવા પલટો આવી રહ્યો છે કે, હવે કમોસમી વરસાદ વરસી શકે છે. શિયાળાના આગમન વચ્ચે જ કમોસમી વરસાદ દ્વારા એન્ટ્રી થવાની છે. ત્યારે નવરાત્રી બાદ આગામી દિવાળીનો પણ તહેવાર માં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે દિવાળી 31 ઓકટોબર ના આવી રહી છે. તે સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાનમાં ફરીથી પલટો આવવાની શક્યતા રહેલી છે. તેમ છતાં તેમણે એવું પણ જણાવ્યું છે કે, હવામાનમાં આવતા પલટાને લીધે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહેવાની શક્યતા છે. તેમ છતાં અત્યારે અલગ-અલગ મોડલો નું પ્રિડિક્શન રહેલ છે. તે અનુસાર દિવાળી પર વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે.

તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દિવાળીના દિવસોમાં આકાશમાં વાદળો રહેવાના છે. તેના લીધે છુટોછવાયો વરસાદ વરસી શકે છે. તેના લીધે આગામી 30 અને 31 ઓકટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે. આ ત્રણ દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેવાનો શક્યતા છે.

Share This Article
Leave a comment