લોરેન્સ ગેંગના નામે બિહારના પૂર્ણિયાના સાંસદ Pappu Yadav ને જાનથી મારી નાંખવાની આપી ધમકી

Amit Darji

લોરેન્સ ગેંગ દ્વારા બિહારના પૂર્ણિયાના સાંસદ Pappu Yadav ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે કે, પપ્પુ યાદવને ધમકીભર્યો ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ફોન કોલમાં જણાવવામાં આવ્યું છે કે, તેના દ્વારા પપ્પુ યાદવ ની સતત રેકી કરવામાં આવી રહી છે અને તેને જાનથી મારી નાખશે. આ સિવાય પપ્પુ યાદવને સલમાન ખાન કેસ થી દૂર રહેવાની સૂચના આપી છે. પપ્પુ યાદવ દ્વારા બિહારના ડીજીપીને મામલાની જાણકારી આપતા આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, ધમકી આપનાર દ્વારા વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, લોરેન્સ બિશ્નોઈ કલાકના એક લાખ રૂપિયા આપીને જેલમાં જામર બંધ કરાવીને પપ્પુ યાદવ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ પપ્પુ યાદવ દ્વારા ફોન ઉપાડવામાં આવી રહ્યો નથી.

તેની સાથે જણાવી દઈએ કે, મુંબઈમાં NCP નેતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીની હત્યા બાદ પપ્પુ યાદવ દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો કાયદો પરવાનગી આપશે તો તે 24 કલાકમાં જ લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટકાના ગુનેગારોનું સમગ્ર નેટવર્ક સમાપ્ત કરી દેશે. પપ્પુ યાદવ દ્વારા બાબા સિદ્દિકીની હત્યાને શરમજનક ગણાવવામાં આવી હતી. તેમના દ્વારા સોશિયલ મીડિયા ‘X’ પર લખવામાં આવ્યું હતું કે, બિહારના પુત્ર બાબા સિદ્દિકીની હત્યા અત્યંત દુઃખ દાયક રહેલ છે. ભાજપની ગઠબંધનની સરકાર જ પોતાના પક્ષના આવા પ્રભાવશાળી નેતાઓને બચાવવા સક્ષમ ન હોય તો સામાન્ય લોકોનું શું થશે.? તેમ છતાં ત્યાર બાદ પપ્પુ યાદવ દ્વારા યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને લોરેન્સ બિશ્નોઈ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા હતા. તેમના દ્વારા પત્રકારોને જણાવવામાં આવ્યું હતું કે, મેં તમને પહેલા જ જણાવ્યું હતું કે, આ બધા નકામા પ્રશ્નો અહીં પૂછશો નહીં. આ પ્રેસ કોન્ફરન્સ નો પપ્પુ યાદવ નો વીડિયો પણ વાયરલ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબરના રોજ રાત્રીના મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે ત્રણ લોકો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી છે. બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાન અને દાઉદ ગેંગ ના નજીકના લોકોને પણ ધમકી આપવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આવા લોકો દ્વારા પોતાનો હિસાબ રાખવો જોઈએ. બાબા સિદ્દીકીને રાજનીતિની સાથે-સાથે બોલિવૂડના લોકો સાથે પણ ગાઢ સંબંધ રહેલા હતા. તેમની ઈફ્તાર પાર્ટીઓમાં મોટી મોટી હસ્તીઓ પણ જોવા મળતી હતી. તે તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને NCP (અજિત પવાર) માં જોડાઈ ગયા હતા.

Share This Article
Leave a comment