Rohtak થી દિલ્હી જતી ટ્રેનમાં વિસ્ફોટ, આગના લીધે ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા, હોસ્પિટલમાં દાખલ

Amit Darji

હરિયાણામાં ચાલતી ટ્રેનમાં વિસ્ફોટ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, Rohtak થી દિલ્હી જનારી ટ્રેન માં સાંપલા નજીક વિસ્ફોટ સર્જાયો હતો. બ્લાસ્ટ બાદ બોગીમાં આગ ફાટી નીકળી હતી. તેમ છતાં અકસ્માત ક્યા કારણોસર સર્જાયો તેને લઈને કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, હરિયાણા ના રોહતક થી દિલ્હી જનારી ટ્રેન માં બ્લાસ્ટ સર્જાયો હતો. તેના લીધે આગ ફાટી નીકળી હતી. જાણકારી મુજબ, સાંપલા પાસે ટ્રેનની એક બોગીમાં વિસ્ફોટ સર્જાયો હતો. ત્યાર બાદ અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગમાં ચાર મુસાફરો દાઝી જવાથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ રેલવે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી. એફએસએલની ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કોઈ સલ્ફર અને પોટાશ લઈને જઈ રહ્યું હતું. તેના લીધે  વિસ્ફોટ સર્જાયો હતો. રેલવે પોલીસ દ્વારા બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે.

ઘટનાની જાણકારી મળતા આ મામલામાં તપાસ માટે દિલ્હીથી એક ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. રોહતક રેલવે સ્ટેશનથી સાંજે સાડા ચાર વાગ્યાના સમયગાળે આ ટ્રેન ઉપડી હતી. સાંપલા સ્ટેશનથી પસાર થતાની સાથે જ તેની બોગીમાં વિસ્ફોટ સર્જાયો હતો. તેના લીધે ચાર મુસાફરો દાઝી ગયા હતા. ડ્રાઈવર દ્વારા તરત જ ટ્રેન રોકી અને સ્ટેશન માસ્ટરને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. વિસ્ફોટની જાણકારી મળતા જ સાંપલા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન રોહતકથી આરપીએફની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ ઘટનાને લઈને તમામ ટીમો દ્વારા મુસાફરો ની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

Share This Article
Leave a comment