બાબા સિદ્દીકી ના મૃત્યુ બાદ Salman Khan અને તેના નજીકના મિત્ર ને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસે કરી ધરપકડ

Amit Darji

મુંબઈમાં શનિવાર ના એટલે 12 તારીખના રોજ અજિત પવાર જૂથના NCP નેતા Baba Siddique ની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે તેમના હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. ત્યાર બાદ સલમાન ખાનને પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. એવામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકો દ્વારા સતત જાનથી મારી નાખવાની ધમકી સલમાન ખાનને આપવામાં આવી રહી છે. કેમ કે, આવી જ એક વધુ બાબત સામે આવી છે. રિપોર્ટ્સ મુજબ, ફરીથી Salman Khan અને તેમના નજીકના સંબંધી ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અહીં અમે બાબા સિદ્દીકી ના પુત્ર જીશાન ની વાત કરી રહ્યા છીએ, જેને એક વ્યક્તિ દ્વારા મારી નાખવાની ધમકી આપી છે. ઝીશાન ને ધમકાવતા આ વ્યક્તિ દ્વારા પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી. આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

તેની સાથે આ વ્યક્તિની પોલીસ દ્વારા નોઈડા થી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ ગુરફાન ખાન રહેલ છે જે માત્ર 20 વર્ષનો રહેલ છે. રિપોર્ટ્સ મુજબ, આ વ્યક્તિ દ્વારા ફોન પર ઝીશાન ખાન અને Salman Khan ને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ નોઈડા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી સલમાન ખાનના ચાહકોમાં હલચલ મચી ગઈ હતી.

નોંધનીય છે કે, Salman Khan  ના ખાસ મિત્ર બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબરના રોજ ગોળી મારીને હત્યા કરાઈ હતી. ત્યાર બાદ ખુદ સલીમ ખાન સલમાન ખાનના બચાવમાં આવ્યા હતા. સલીમ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, સલમાન દ્વારા કોઈ હરણને મારવામાં આવ્યું નથી. આ ઘટના બાદ સલમાન ખાન ના પરિવાર માં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. હાલમાં જ સલમાન ખાનની ભાભી સીમા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ધમકી મળ્યા બાદ તે કેટલી ભયભીત થઈ ગઈ હતી.

Share This Article
Leave a comment