Baba Siddique હત્યા બાદ આ કેસ ને સતત મુંબઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આ બાબતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા બાબા સિદ્દિકીની હત્યા કેસના પ્રત્યક્ષદર્શી ને પણ ફોન ઉપર ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં પોલીસ દ્વારા આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ધમકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જ આપવામાં આવી હોઈ શકે છે. આ બાબતમાં મળેલી ફરિયાદના આધારે ખાર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બાબતમાં બાબા સિદ્દીકી હત્યા કેસમાં પ્રત્યક્ષદર્શી દ્વારા મુંબઈ પોલીસને જણાવવામાં આવ્યું છે કે, તેમને થોડા દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. ફોન પર તેમના દ્વારા પ્રત્યક્ષદર્શી પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી અને જો તે પૈસા નહીં આપે તો તમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કારણોસર તેમની સુરક્ષા માટે મદદ કરવામાં આવે.
તેની સાથે જણાવી દઈએ કે, બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર ની રાત્રીના હત્યા કરાઈ હતી. બાબા સિદ્દીકી ની હત્યા બાદ સલમાન ખાન અને જીશાન સિદ્દીકી ને પણ આજ રીતે ફોન આવ્યો હતો. જીશાન સિદ્દીકી ને ઓફિસમાં ધમકીભર્યો ફોન કરવામાં આવ્યો હતો. તેમ છતાં મુંબઈ પોલીસ દ્વારા આ કેસમાં નોઈડા માંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધી સતત આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. 26 ઓક્ટોબરના રોજ પોલીસ દ્વારા પંજાબ ના લુધિયાણા શહેર માંથી 15 મા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેનું નામ સુજેશ સુશીલ સિંહ રહેલ છે. પોલીસ સમગ્ર મામલાની અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.