Ahmedabad : રાણીપ માં બુટલેગરના ત્રાસથી 21 વર્ષીય યુવકે ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા

Amit Darji

Ahmedabad થી બુટલેગરનો ત્રાસ સામે આવ્યો છે. તેના લીધે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેનાર એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, બુટલેગરના ત્રાસના લીધે રાણીપના 21 વર્ષના ચિરાગ રાઠોડ દ્વારા ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરવામાં આવી છે. તેની સાથે ચિરાગ રાઠોડ દ્વારા આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખીને આત્મહત્યાનું કારણ જણાવવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના રાણીપમાં આવેલ GST ફાટક રેલવે ક્રોસિંગ પર ટ્રેન સામે પડતુ મૂકીને ચિરાગ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ચિરાગ રાઠોડ દ્વારા આત્મહત્યા પહેલા લખવામાં આવેલ સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. આ સ્યૂસાઈડ નોટમાં તે અને તેના પિતા નિર્દોષ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અરજીની અદાવતમાં યુવકને બુટલેગર હેરાન કરી રહ્યો હતો.

ચિરાગ રાઠોડ દ્વારા લખવામાં આવેલ સ્યુસાઈડ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, ”હું અને મારા પિતા નિર્દોષ છીએ, Sorry My Family. હું તમને છોડીને જવું છું, પરંતુ હું પોતાને અને મારી Family ને નિર્દોષ સાબિત કરવા માટે બીજો કોઈ રસ્તો રહેલ નથી. તેના લીધે મારે આ કરવાનો વારો આવ્યો છે.”

- Advertisement -
Share This Article
Leave a comment