બોલિવૂડના કિંગ ખાન એટલે કે Shah Rukh Khan ને તાજેતરમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેમ છતાં આ ધમકી તેમને સીધી આપવામાં આવી નહોતી પરંતુ મુંબઈ પોલીસની એક શાખામાં ધમકીભર્યો ફોન આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા શંકાસ્પદ ફોન કોલને ટ્રેક કરવાનું શરૂ કર્યું અને પછી જાણકારી મળી કે, આ ધમકીભર્યો કોલ છત્તીસગઢથી કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ત્યાર બાદ આ મામલે મોટી કાર્યવાહી કરતા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. મુંબઈ પોલીસ દ્વારા સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, છત્તીસગઢના રાયપુરમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવેલ છે. તેમ છતાં મુંબઈ પોલીસની ટીમ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રહેલી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મુંબઈ પોલીસની ટીમ સવારના સમયે રાયપુર પહોંચી હતી અને જે વકીલના ફોન દ્વારા શાહરૂખ ખાનને ધમકી અપાઈ હતી. તેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેનો ફોન ચોરાઈ ગયો હતો, પરંતુ ઘણી બાબતો છે તેના લીધે મુંબઈ પોલીસ સંતુષ્ટ રહેલી નથી અને તેઓ યોગ્ય રીતે જવાબ મળી રહ્યો નહોતો. ફૈઝાન ખાનને પણ મુંબઈ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે હાજર થયો નહોતો. થોડા સમય બાદ શંકાસ્પદની રાયપુરમાં ધરપકડ કરવામાં આવશે અને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. ત્યાર બાદ મુંબઈ પોલીસ ફૈઝાન ખાનને મુંબઈ લાવવામાં આવી શકે છે.
શાહરૂખ ખાનને મળેલી આ ધમકી વિશેમાં બાંદ્રા પોલીસને જાણકારી પ્રાપ્ત થઈ હતી. પોલીસ સ્ટેશનમાં જ ફોન આવ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. 5 નવેમ્બરના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનના નંબર પર કોલ આવ્યો અને આરોપી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘તે બેન્ડસ્ટેન્ડવાળો શાહરૂખ છે તેને 50 લાખ આપવા કહો નહીં તો તેને હું મારી નાખીશ…’. જ્યારે પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું કે, આ વ્યક્તિ કોણ બોલે છે તો તેણે જણાવ્યું કે, આ વાતથી મને કોઈ વાંધો નથી, મારું નામ હિન્દુસ્તાની લખી નાખો. આ મામલો સામે આવતાં જ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે, આ નંબર છત્તીસગઢના ફૈઝાન નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે. જ્યારે અમે આ વ્યક્તિ સાથે વાત કરી તો અમને જાણકારી મળી કે આ ઘટનાના ત્રણ દિવસ પહેલા એટલે કે 2જી નવેમ્બરના રોજ તેનો ફોન ચોરાઈ ગયો હતો અને તે નંબર સ્વીચ ઓફ કરી શક્યો નહીં. તે વ્યક્તિ દ્વારા રાયપુરમાં ફોન ચોરીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.