હવામાન નિષ્ણાત Ambalal Patel એ શિયાળાને લઇને કરી મોટી આગાહી

Amit Darji

દેશભરમાં ધીરે-ધીરે શિયાળાની અસર જોવા મળી રહી છે. કેમ કે, ઠંડીનો અહેસાસ ધીરે-ધીરે થવા લાગ્યો છે. એવામાં ગુજરાતમાં પણ શિયાળાની રાહ જોવામાં આવી રહી છે. મોડી રાત્રીના અને સવાર ના હવામાં ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે જ્યારે દિવસે તડકાને લીધે લોકોને ગરમી નો વેઠવાનો વારો આવી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત Ambalal Patel દ્વારા ઠંડી ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ રહેવાનો છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા ના લીધે રાજ્યમાં ગરમીમાં ઘટાડો થશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. જ્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ રહેલું નથી. હાલની વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીનાં લીધે ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. હાલની ગરમી ને જોતા જો ઘઉંની વાવણી કરાશે તો પાકને તેની અસર થવાની શકયતા રહેલી છે.

તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 15 નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળવાની છે. તેમ છતાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, 23 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાના લીધે ગુજરાતમાં ઠંડીની લહેર જોવા મળી શકે છે. તેની સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન ના લીધે ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાવવાનું છે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ આવશે નહીં, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની શક્યતા રહેલી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ચક્રવાત સર્જાય તેવી શક્યતા રહેલી છે.

- Advertisement -

આ સિવાય તેમને તે પણ જણાવ્યું છે કે, જે ગ્લોબલ વોર્મિંગને લીધે 74 વર્ષ બાદ ઓક્ટોબર મહિનામાં ગરમી પડી શકે છે. ત્યારે તેમના દ્વારા આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ, આ વર્ષે છેલ્લા 30 વર્ષની ઠંડીનો રેકોર્ડ તોડવાની છે. જ્યારે માર્ચ મહિના સુધી હવામાનમાં પલટો આવતો રહેશે. માર્ચ એપ્રિલ સુધી માવઠાની અસર જોવા મળી શકે છે.

Share This Article
Leave a comment