મહારાષ્ટ્રમાં ગૃહમંત્રી Amit Shah એ અનામત મુદ્દે આપ્યું મોટું નિવેદન

Amit Darji

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં મહારાષ્ટ્રમાં ભાજપના પ્રચાર દરમિયાન ગૃહમંત્રી Amit Shah દ્વારા મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. મહાવિકાસ અઘાડી ગઠબંધન ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ માં ફેરવાઈ ગયેલ છે જ્યારે ભાજપનું મહાયુતિ ગઠબંધન શિવાજી મહારાજ અને સાવરકરના આદર્શો પર ચાલનાર છે. અમિત શાહ દ્વારા જાહેર મંચ પરથી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370 ને બહાલ કરવાની માંગને લઈને કોંગ્રેસ પર પણ નિશાન સાધવા માં આવ્યું હતું. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘જો ઈન્દિરા ગાંધી સ્વર્ગ માંથી પરત આવશે તો પણ કાશ્મીરમાં કલમ 370 પુનઃ સ્થાપિત કરવામાં આવશે નહીં.

અમિત શાહ દ્વારા રાહુલ ગાંધીને લઈને નિવેદન આપતા જણાવ્યું છે કે, તમારી ચોથી પેઢી આવશે ત્યારે પણ મુસ્લિમો માટે આરક્ષણ આપવામાં આવશે નહીં. મેં સમગ્ર મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે અને હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે, 20 નવેમ્બર ના યોજાવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ને સફળતા પ્રાપ્ત થશે. મહારાષ્ટ્રની ‘ લાડકી બહેનો’ ભાજપની સાથે રહેલી છે. ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિધાનસભામાં અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો સાથે ‘મહાયુતિ’ સરકાર બનાવવામાં આવશે. અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સુશીલ કુમાર શિંદે જ્યારે ગૃહમંત્રી રહેલા હતા તે સમયે શ્રીનગરના લાલ ચોકમાં જતા ડરતા હતા. હવે તેમના પૌત્ર-પૌત્રી ઓ સાથે ત્યાં જવું જોઈએ તે સુરક્ષિત રહેશે.

તેની સાથે અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘સોનિયા-મનમોહનની સરકારના 10 વર્ષ દરમિયાન પાકિસ્તાનથી આતંકવાદીઓ આવીને અહીં બોમ્બ બ્લાસ્ટ કરતા રહેતા હતા. આ લોકો દ્વારા વોટબેંકની રાજનીતિ માટે નક્સલવાદ અને આતંકવાદ સામે પગલાં લેવામાં આવ્યા નથી. નહીં. રાહુલ ગાંધીએ યાદ રાખવું જોઈએ કે, જો તેમની ‘ચોથી પેઢી’ આવે તો તે પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના અનામતને કાપીને મુસ્લિમોને આપી શકે નહીં. થોડા દિવસો અગાઉ ઉમેલા સમૂહના લોકો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને મળીને મુસ્લિમોને અનામત આપવાની માંગ કરવામાં આવી હતી.

આ સાથે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘જો મુસ્લિમોને અનામત આપવામાં આવશે તો એસસી, એસટી અને ઓબીસીની અનામતમાં કાપ મુકવાનો વારો આવશે. રાહુલ ગાંધી તમે શું? તમારી ચાર પેઢીઓ પણ એસસી, એસટી અને ઓબીસીના હિસ્સામાંથી અનામત ઘટાડીને મુસ્લિમોને આપી શકશે નહીં.

Share This Article
Leave a comment