BSNL દ્વારા પોતાના કરોડો મોબાઇલ યુઝર્સને ફરી એક વખત સારા સમાચાર આપવામાં આવ્યા છે. કંપની દ્વારા પોતાના એક પ્રીપેડ રિચાર્જ પ્લાન માં વધારાનો ડેટા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક મહિનામાં યુઝર્સ માટે ઘણી શાનદાર ઑફર્સ રજૂ કરવામાં આવી છે. તાજેતરમાં કંપની દ્વારા એક સાથે સાત નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. તેના સિવાય તેણે તેના બે દાયકા જૂના લોગો અને સ્લોગનને બદલવાનું કામ પણ કરેલ છે. આ તક પર કંપનીના ચેરમેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં BSNLના પ્લાન મોંઘા થશે નહીં. કંપની દ્વારા આ સમયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેના લીધે વધુને વધુ યુઝર્સ આવી શકે.
BSNL દ્વારા પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી એક્સ્ટ્રા ડેટા આપવાની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા પોતાના યુઝર્સને 84 દિવસ ના રિચાર્જ પ્લાન સાથે આ ઓફર કરવામાં આવી રહી છે. BSNL ની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, આ ઓફર કંપની ના 599 રૂપિયા ના પ્રીપેડ રિચાર્જ પ્લાન સાથે અપાશે. ભારત સંચાર નિગમ લિમિટેડના આ રિચાર્જ પ્લાન માં યુઝર્સને દરરોજ 3 GB ડેટા અને 100 ફ્રી SMSનો લાભ મળી રહ્યો છે. 84 દિવસના આ રિચાર્જ પ્લાન માં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ સહિત અન્ય ઘણા ફાયદા પણ મળી રહ્યા છે.
સરકારી ટેલિકોમ કંપનીની આ પ્રીપેડ ઓફરનો લાભ માત્ર BSNL ની સેલ્ફ કેર એપ દ્વારા જ પ્રાપ્ત કરી શકાશે. યુઝર્સને પોતાનો BSNL નંબર રિચાર્જ કરવા માટે સેલ્ફ કેર એપનો ઉપયોગ કરવો પડશે. યુઝર્સને આ સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં Zing, PRBT, Astrotell અને GameOnService વેલ્યુ એડેડ સેવાઓનો પણ લાભ મળી શકે છે.