રિલાયન્સ Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની માંથી એક રહેલ છે. દેશભરમાં લગભગ 49 કરોડ યુઝર્સ દ્વારા રિલાયન્સ જિયો ની સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાહકોની સુવિધા માટે Jio દ્વારા પોતાના રિચાર્જ પ્લાન ના પોર્ટફોલિયોમાં ઘણા શાનદાર પ્લાન્સ ઉમેર્યા છે. Jio ની યાદીમાં તમને સસ્તા અને મોંઘા બંને પ્લાન મળી રહેશે. તમે તમારી સુવિધા અને બજેટ મુજબ કોઈપણ પ્લાન ને પસંદ કરી શકશો.
જો તમે તમારા સ્માર્ટફોનમાં Jio સિમ નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સમાચાર રહેવાના છે. જ્યારથી જિયોએ તેના રિચાર્જ પ્લાન ની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી યુઝર્સ દ્વારા લાંબી વેલિડિટી વાળા પ્લાન્સની શોધ કરવામાં આવી રહી છે. કંપની પાસે તેના માટે ઘણા વિકલ્પો રહેલા છે. Jio ની યાદીમાં એક રિચાર્જ પ્લાન પણ છે જેમાં યુઝર્સને ત્રણ મહિનાથી વધુ ની વેલિડિટી મળી જાય છે. અમે તમને Reliance Jio ના એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં તમને લાંબી વેલિડિટી ની સાથે ઘણું બધું મળવાનું છે. તો આવો જાણીએ આ પ્લાન વિશે માં વધુ…
તમને જણાવી દઈએ કે, અમે રિલાયન્સ જિયોના 999 રૂપિયાના રિચાર્જ પ્લાન ની વાત કરી રહ્યા છે. Jio દ્વારા તેના ગ્રાહકોને આ રિચાર્જ પ્લાન માં 98 દિવસની લાંબી વેલીડીટી ઓફર મળી રહી છે. તમે આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર 98 દિવસ માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકશો.
રિચાર્જ પ્લાન માં મળનાર ઇન્ટરનેટ ડેટા બેનિફિટ્સ વિશે વાત કરીએ તો તમને 98 દિવસ માટે કુલ 196 GB ડેટા મળી રહ્યો છે. તમે દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટા નો ઉપયોગ કરી શકશો. તેના સિવાય Jio નું આ રિચાર્જ ટ્રુ 5G પ્લાનનો એક ભાગ રહેલો છે તેના લીધે તમને અનલીમીટેડ 5G ડેટા નો એક્સેસ પણ પ્રાપ્ત થઈ જશે. તેમ છતાં 5G ડેટાનો ઉપયોગ કરવા માટે તમારા વિસ્તારમાં 5G કનેક્ટિવિટી હોવી જરૂરી રહેલી છે.
જિયોના આ રિચાર્જ પ્લાન માં ગ્રાહકોને બીજા નિયમિત પ્લાન ની જેમ કેટલાક વધારાના લાભ પણ મળી રહ્યા છે. જો તમે OTT સ્ટ્રીમિંગ કરો છો તો તમે Jio સિનેમાનો લાભ પ્રાપ્ત કરી શકો છો. તેના સિવાય પ્લાનમાં તમને Jio TV અને Jio Cloud નું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળી જશે.