Bangladesh માં જૂન મહિનામાં વિરોધ પ્રદર્શન શરૂ થતા શેખ હસીના દ્વારા પાંચ ઓગસ્ટના રોજ દેશ છોડવામાં આવ્યો હતો. હસીના સરકારના પતન અને વચગાળાની સરકાર ની રચના બાદ ઘણા લોકોને દેશમાં નવી સરકારની આશા રહેલી હતી પરંતુ એવું બની શક્યું નથી. પરંતુ તેનાથી વિપરીત, રાજધાની ઢાકા માં તાજેતરના દિવસોમાં સતત વિરોધ પ્રદર્શનમાં વધારો થયો છે.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, ઢાકામાં હાલ ઘણા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તેમાંથી એક મહબુલ હક શિપન છે જે ભૂખ હડતાલ પર રહેલા છે. શિપન દ્વારા Bangladesh ના રાષ્ટ્રપતિ ને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. તેઓ શેખ હસીના ના સમયમાં આ પદ પર રહેલા હતા. શિપોનને લઈને સરકારી કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યારે ધાર્મિક મંદિરો ની સુરક્ષા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અન્ય ઘણા મુદ્દાઓ પર પણ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે ઢાકામાં વિરોધ પ્રદર્શન અંગેના અહેવાલોને સામે આવ્યું છે કે, મુખ્ય માર્ગો પર અનેક રેલીઓનું આયોજન કરાઈ રહ્યું છે. ટેક્સટાઇલ કામદારો દ્વારા નવેમ્બર માં એક વિશાળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં પરિવહન બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા કલાકો સુધી સચિવાલયની બહાર રસ્તો રોકીને અનેક માંગણીઓ કરવામાં આવી રહી છે. એવામાં હવે ઢાકામાં કેટલા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે તેની ચોક્કસ સંખ્યા નક્કી કરવી મુશ્કેલ રહેલી છે. કારણ કે મોટાભાગના દેખાવો પોલીસની પૂર્વ પરવાનગીના નિયમની અવગણના કરીને કરવામાં આવી રહ્યા છે.
તેની સાથે પોલીસ અધિકારી મુહમ્મદ તાલેબુર રહેમાન દ્વારા કહેવામાં આવ્યું છે કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની સરકાર શેખ હસીના કરતા વિરોધ પ્રત્યે વધુ સહનશીલ રહેલ છે. તેમ છતાં હસીનાની અવામી લીગ પાર્ટી દ્વારા બોલાવવામાં આવેલા પ્રદર્શનો પર સરકાર સખ્ત રહેલ છે. જ્યારે વચગાળાની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આવામી લીગને રેલી માટે પરવાનગી મળશે નહીં. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મોહમ્મદ યુનુસ દ્વારા સત્તા સંભાળી ત્યારથી વિરોધ પ્રદર્શનોમાં કોઈ હિંસા થયેલ નથી. તેમ છતાં કેટલાક પ્રસંગોએ વિરોધને કારણે અરાજકતા પણ ઉભી કરી છે.