વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા G-20 શિખર સંમેલન દરમિયાન નેતાઓને ગિફ્ટ પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભારતની સાંસ્કૃતિક વારસાને દર્શાવતા PM Narendra Modi દ્વારા વૈશ્વિક નેતાઓ ને ભેટ આપવામાં આવી હતી.
તેની સાથે નેતાઓને આપવામાં આવેલી ભેટની વાત કરીએ તો જેમાં મહારાષ્ટ્ર ની આઠ, જમ્મુ કાશ્મીરની પાંચ, આંધ્ર-રાજસ્થાન ની ત્રણ-ત્રણ, ઝારખંડ અને બિહાર ની બે-બે અને કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઓડિશા, લદ્દાખ માંથી એક-એક કલાકૃતિનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે, G-20 શિખર સંમેલનમાં PM નરેન્દ્ર મોદી દ્વારા ઇટાલીના વડાપ્રધાન મેલો ની સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ તેમને મહારાષ્ટ્રમાં બનેલી એક સુંદર ચાંદીની મીણબત્તીનું સ્ટેન્ડ આપવામાં આવ્યું હતું. તેના સિવાય PM નરેન્દ્ર મોદી દ્વારા ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકને એક ચાંદી અને રોજવુડ નું સેરેમોનિયલ ફોટોફ્રેમ ગિફ્ટ આપવામાં આવ્યું હતું. જ્યારે ગુયાનાના વડાપ્રધાન માર્ક ફિલિપ્સને રાજસ્થાનની સોનાની વર્ક ધરાવતી લાકડાની રાજ સવારી મૂર્તિ ભેટમાં તેમના દ્વારા આપવામાં આવી હતી. તેની સાથે પોતાના મિત્ર અને ગુયાનાના રાષ્ટ્રપતિને PM નરેન્દ્ર મોદી દ્વારા બિહારની મધુબની પેઇન્ટિંગ ભેટમાં આપવામાં આવી હતી. આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલેઇને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાન ના ફૂલોનું કામ ધરાવતી સિલ્વર ફોટો ફ્રેમ ભેટમાં આપવામાં આવી હતી.
તેની સાથે પોર્ટુગલના વડાપ્રધાન લુઇસ મોન્ટેનેગ્રો ને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રની પારંપરિક ડિઝાઇનની સાથે હાથથી નકશીકામ કરવામાં આવેલો કાચનો શતરંજનો શેટ ભેટમાં આપવામાં આવ્યો હતો. PM નરેન્દ્ર મોદી દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસીને એક નીલમ ગિફ્ટ કરવામાં આવી હતી જેની ઉપર ઉંટના માથાની પ્રતિકૃતિ બનેલી હતી.
જ્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાને વર્લીને પેઇન્ટિંગ ભેટમાં આપવામાં આવી હતી. આ એક આદિવાસી કલા રહેલ છે જે મૂળ રીતે મહારાષ્ટ્રના દહાનુ, તલસારી અને પાલઘર વિસ્તારમાં જોવા મળતી વરલી જનજાતિની દેન રહેલ છે.
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંધ્ર પ્રદેશ ની કિંમતી પથ્થરો થી જડેલ સિલ્વર કલર પર્સ બ્રાઝિલના રાષ્ટ્રપતિ ના પત્નીને ભેટમાં આપવામાં આવી હતી. જ્યારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ખાસ રીતે કોહવર પેઇન્ટિંગ ભેટમાં આપવામાં આવી હતી જે ઝારખંડ અને બિહારના આદિવાસી જીવન અને સંસ્કૃતિને દર્શાવે છે. પોતાના ખાસ મિત્ર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તમિલનાડુ ની જાણીતી તંજાવુર પેઇન્ટિંગ ભેટમાં આપવામાં આવી હતી.