Yashasvi Jaiswal એ રચ્યો ઇતિહાસ, ગૌતમ ગંભીરનો ૧૬ વર્ષ જુનો તોડ્યો આ મોટો રેકોર્ડ

Amit Darji

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂઆત થઈ ગયેલ છે. પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા, જેના પરિણામે સંપૂર્ણ ટીમ 50 ઓવર પણ રમી શકી ન હતી અને માત્ર 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ઓપનિંગ જોડી પ્રથમ વિકેટ માટે માત્ર 5 રનનો જ ઉમેરો કરી શકી હતી કારણ કે ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા યુવા ઓપનર Yashasvi Jaiswal એક પણ રન બનાવી શક્યા નહોતા અને શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. યશસ્વી જયસ્વાલ દ્વારા આઠ બોલનો સામનો કરવામાં આવ્યો હતો પરંતુ શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. તે ત્રીજી ઓવરમાં મિચેલ સ્ટાર્કની ઓવરમાં આઉટ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, ભારતીય ઇનિંગ્સના 150 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો દ્વારા ખરાબ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જસપ્રીત બુમરાહ દ્વારા શાનદાર બોલિંગ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જસપ્રીત બુમરાહ ની બોલિંગ સામે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાના 7 બેટ્સમેન 67 રન ના સ્કોર બનાવી શકી હતી. જ્યારે બીજા દિવસે ઓસ્ટ્રેલિયા 104 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ બીજી ઈનિંગ માં યશસ્વી જયસ્વાલ અને લોકેશ રાહુલ દ્વારા સાવધાનીપૂર્વક શાનદાર શરૂઆત ભારતીય ટીમને અપાવવામાં આવી હતી. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ દ્વારા બીજી ઇનિંગની ઇનિંગમાં 15 રનનો ઉમેરો કરી ઈતિહાસ રચવામાં આવ્યો હતો.

યશસ્વી જયસ્વાલ આ વર્ષે શાનદાર ફોર્મમાં રહેલા છે. તે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન માંથી એક છે. યુવા ઓપનિંગ બેટ્સમેન જો રૂટ બાદ આ વર્ષે 1000 થી વધુ રન બનાવનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન રહેલ છે. પર્થ ટેસ્ટની બીજી ઇનિંગ દરમિયાન યશસ્વી જયસ્વાલ દ્વારા 15 રનના આંકડાને સ્પર્શતા જ ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રચી નાખ્યો હતો. યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ડાબોડી ભારતીય બેટ્સમેન બની ગયા હતા. તેમણે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નામે રહેલો હતો. ગૌતમ ગંભીર દ્વારા વર્ષ 2008 માં ટેસ્ટ ક્રિકેટમાં 8 ટેસ્ટ મેચની 16 ઇનિંગ્સમાં 1134 રન બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલ દ્વારા તેમના દ્વારા ત્રણ સદી અને છ અડધી સદી ફટકારવામાં આવી હતી.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીય ડાબોડી બેટ્સમેન

યશસ્વી જયસ્વાલ – 1135 રન (2024)*

ગૌતમ ગંભીર – 1134 રન (2008)

Share This Article
Leave a comment