Priyanka Gandhi દ્વારા વાયનાડ લોકસભા પેટાચૂંટણી 2024 માં જીત મેળવી લેવામાં આવી છે. તેમની આ જીત પર પતિ રોબર્ટ વાડ્રા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમના દ્વારા મોટો દાવો પણ કરવામાં આવ્યો છે.
પ્રિયંકા ગાંધી દ્વારા પણ રાજકારણમાં પ્રવેશ કરી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી તે માત્ર કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તે લોકસભામાં કોંગ્રેસ નું પ્રતિનિધિત્વ પણ કરવાના છે. પ્રિયંકા ગાંધી દ્વારા વાયનાડ લોકસભા પેટાચૂંટણી 2024 પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી લેવામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા સીટ છોડ્યા બાદ તેઓ વાયનાડ તરફથી ચૂંટણી લડ્યા હતા.
રાહુલ ગાંધી દ્વારા લોકસભા ચૂંટણી 2024 માં આ સીટ પર જીત મેળવવામાં આવી હતી. પરંતુ તેમના દ્વારા રાયબરેલી સીટ જાળવીને વાયનાડ સીટ છોડી દેવામાં આવી હતી. જ્યારે પ્રિયંકા ગાંધી વાયનાડ થી સાંસદ રહેલ છે ત્યારે કોંગ્રેસમાં જીતની ઉજવણી કરાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી દ્વારા આ વર્ષે વાયનાડ સીટ પર 3.65 લાખ વોટથી જીત મેળવવામાં આવી હતી. એવામાં હવે પ્રિયંકા દ્વારા તે માર્જિન ને પાછળ છોડી દેવામાં આવ્યું છે અને મોટી લીડ મેળવવામાં આવી છે.
તેની સાથે જણાવી દઈએ કે, વર્ષ 2019 માં રાહુલ ગાંધી દ્વારા કેરળ ના વાયનાડ અને યુપીની અમેઠી સીટ પરથી લોકસભા ચૂંટણી લડવામાં આવી હતી. જેમાં તેમને અમેઠીમાં હાર મળી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા વાયનાડમાં મોટી જીત મેળવવામાં આવી હતી. તે સમયે તેમના દ્વારા વાયનાડ ચૂંટણીમાં 431770 મતોથી જીત મેળવવામાં આવી હતી. તેવી જ રીતે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવા માં આવી હતી. બંને બેઠકો માં જીત મેળવ્યા બાદ તેમણે વાયનાડ બેઠક છોડી દેવામાં આવી હતી. અહીં તેમનું માર્જિન ઘટીને 364422 પહોંચી ગયું હતું. પાર્ટી દ્વારા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ને વાયનાડ થી પોતાના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને હવે પરિણામો મુજબ, પ્રિયંકા ગાંધી દ્વારા મોટી જીત પ્રાપ્ત કરવામાં આવી છે.