ઉત્તર પ્રદેશના Bareilly જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં બાંધકામ હેઠળના પુલ પરથી કાર પડવાના લીધે ત્રણ લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ અકસ્માતની વાત કરીએ તો આ અકસ્માત Bareilly ના ફરીદપુર વિસ્તારમાં સ્થિત રામગંગા નદી પર બનતા પુલ પર સર્જાયો હતો. પુલનો આગળનો ભાગ વરસાદના લીધે સંપૂર્ણ પણે ધોવાઈ ગયેલો હોવાના કાર સીધી નદીમાં પડી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની જાણકારી મળતા પોલીસની કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. ફરીદપુર અને બદાયૂની દાતાગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને કારને JCB ની મદદથી નદીમાંથી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ મૃતકોના પરિવારને બોલાવાયા હતા. અકસ્માતને લઈને જાણકારી સામે આવી છે કે, આ ઘટના GPS નેવિગેશનના લીધે સર્જાઈ હતી.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, બ્રિજનું બાંધકામ અધૂરું રહેલું હતું. તેના લીધે બ્રિજનો આગળનો ભાગ નદીમાં વહી ગયેલો છે. એવામાં સ્પીડમાં આવતી કાર સીધી પુલ પરથી નીચે પડી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ JCB ની મદદથી કારમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. એવામાં ગુગલ મેપ પર ખોટો રસ્તો બતાવવાના લીધે તેમની કાર બ્રિજ પરથી પડી ગઈ હતી અને ત્રણેય લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. તેમ છતાં ત્રણેય મૃતકોની ઓળખ થઈ ગયેલ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વિવેક અને કૌશલ કુમાર બંને ભાઈઓ રહેલા હતા અને તેમની સાથેનો ત્રીજો વ્યક્તિ તેમનો મિત્ર રહેલો હતો. તેના પરિવારજનોને જાણ કરી દેવાઈ છે.
તેની સાથે અકસ્માતની જાણકારી મળતા આજુબાજુમાં રહેનાર સ્થાનિક લોકો ભેગા થઈ ગા અને મોટી સંખ્યામાં આવી જતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસ દ્વારા હાલમ સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. તેની સાથે આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.