ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાતા ડીપ ડિપ્રેશન ના લીધે 24 કલાકમાં વાવાઝોડાના સંકટ ની આગાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. IMD મુજબ, છેલ્લા થોડા દિવસોથી વાવાઝોડા અને તોફાન નો ભય Tamil Nadu ના દરિયાકાંઠે સૌથી વધુ જોવા મળવાનો છે.
તમને જણાવી દઈએ, બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત આ ડીપ પ્રેશર ના લીધે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ હાલમાં સતત આગળ વધી રહ્યું છે. જ્યારે અત્યારે ત્રિંકોમાલી થી લગભગ 310 કિમી દક્ષિણ-પૂર્વમાં, ચેન્નાઈથી 800 કિમી, પુડુચેરીના 710 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં અને નાગાપટ્ટિનમથી 590 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં છે. આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કરીને ભારતીય તરફ આગળ વધવાનું છે.
IMD દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, ભારે પવન 27 નવેમ્બરના રોજ વાવાઝોડામાં ફેરવાઈ તેવી શક્યતા છે, તેના લીધે અધિકારીઓ અને રહેવાસીઓ તરફથી પૂરતી તકેદારી રખાશે. તેમજ વાવાઝોડાના લીધે તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે. તેના લીધે દરિયાકાંઠાના સમુદાયો ને અપડેટ રહેવા અને સ્થાનિક અધિકારીઓ ની સલામતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ અપાઈ છે.
તેની સાથે આ ઝડપી પવન વાવાઝોડામાં ફેરવાઈ કે નહીં પરંતુ આગામી 48 કલાક તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં ખરાબ હવામાન રહેવાનું છે. ભારે વરસાદ સામાન્ય જનજીવન ને વેરવિખેર કરી શકે છે અને સંદેશાવ્યવહાર અને કનેક્ટિવિટી પર પણ અસર પહોંચી શકે છે. તેના લીધે લોકોને સલામત સ્થળ પર ખસેડવા જેવા તમામ સાવચેતી નાં પગલા ભરવા જરૂરી છે.