America ના ન્યુ જર્સીમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં વડોદરાના વૃદ્ધાની હત્યા ગાંધીનગરના ભાડુઆત દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના યુવક કિશન શેઠ દ્વારા વૃદ્ધાની હત્યા કર્યા બાદ તેમનું ડેબિટ કાર્ડ અને વાહન ચોરી લેવામાં આવ્યું હતું. ડેબિટ કાર્ડ દ્વારા કિશન શેઠ દ્વારા 4500 ડોલર ઉપાડી લેવામાં આવ્યા હતા. તેમ છતાં પોલીસના દ્વારા કિશનને ઝડપી પાડવામાં આવ્યો હતો. એવામાં વૃદ્ધાના મોતના લીધે વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેનાર તેમના પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.
તમને જણાવી દઈએ કે, પોલીસ વેલફેર ચેક દરમિયાન રીટાબેનના ઘરે પહોંચી હતી તે સમયે ઘટનાની જાણકારી સામે આવી હતી. પોલીસ દ્વારા ઘરમાંથી કોઈ રિસ્પોન્સ ન મળતા ઘરમાં પ્રવેશી તપાસ હાથ ધરવામાં આવી હતી. તે સમયે રીટાબેન આચાર્ય તેમના પલંગ પર લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ સીસીટીવી કેમેરા અને ઘરમાંથી મળેલા કેટલાક પુરાવાના આધારે પોલીસ દ્વારા કિશન શેઠને ઝડપી પાડવામાં આવ્યો હતો.
તેની સાથે ઘટનાની જાણકારી મળતા ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “અમે તાજેતરમાં કિશન શેઠને સંડોવણી હોવા વિશે જાણ્યું હતું. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બર્ગન કાઉન્ટી, એનજેમાં કેમ્પસની બહાર બહુવિધ ગુનાઓ અંગે આરોપ મૂકવામાં આવેલ છે જેમાં હત્યાનો ગુનો પણ સામેલ છે. કિશન શેઠને તેના લીધે વચગાળાના સસ્પેન્શન પર મૂકવામાં આવેલ છે.