સાઉથ ઇન્ડસ્ટ્રીથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ નિર્દેશક કસ્તુરીરાજાના પુત્ર Dhanush અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા દ્વારા નવેમ્બર ૨૦૨૨ માં અલગ થવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ફેમિલી કોર્ટનો તેમના દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અપીલ કરવામાં આવી હતી. એવામાં 21 નવેમ્બરના રોજ બંને પરિવાર કોર્ટના જજ સુભાદેવી સમક્ષ હાજર પણ થયા હતા. કેસની સુનાવણી બંધ કેમેરામાં કરવામાં આવી હતી અને હવે ન્યાયાધીશ દ્વારા પોતાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જ્યારે જણાવી દઈએ કે, આ ધનુષ અને ઐશ્વર્યાના લગ્ન 2004 ના રોજ થયા હતા. બંનેને બે પુત્રો રહેલ છે.
તમને જણાવી દઈએ કે, 21 નવેમ્બરના રોજ ફેમિલી કોર્ટના જજ સુભાદેવી દ્વારા ધનુષ અને ઐશ્વર્યાને તેમના નિર્ણય વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેમના દ્વારા અલગ થવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેના પછી જજ દ્વારા જાહેરાત કરવામાં આવી કે આ બાબતનો અંતિમ ચુકાદો 27 નવેમ્બરના રોજ કરવામાં આવશે. તેની સાથે કોર્ટ દ્વારા હવે પોતાનો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. જજ સુભાદેવી દ્વારા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના છૂટાછેડાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ રીતે અભિનેતા-દિગ્દર્શક ધનુષ અને નિર્દેશક ઐશ્વર્યા રજનીકાંત છુટાછેડા કન્ફર્મ થઈ ગયા છે.
તેની સાથે જણાવી દઈએ કે, ધનુષ અને ઐશ્વર્યાના 2004માં ચેન્નાઈમાં ભવ્ય લગ્ન કરવામાં આવ્યા હતા. તેમના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકીય દિગ્ગજોની હાજરી રહી હતી. જ્યારે ઐશ્વર્યા રજનીકાંત અને લતા રજનીકાંતની પુત્રી રહેલ છે અને ધનુષ ડિરેક્ટર કસ્તુરીરાજા અને વિજયાલક્ષ્મીનો પુત્ર રહેલ છે. તમને જણાવી દઈએ કે, 17 જાન્યુઆરી 2022 ના રોજ ધનુષ અને ઐશ્વર્યાએ એક સંયુક્ત નિવેદન શેર કરતા અલગ થવાની જાહેરાત કરવામાં આવી હતી. જયારે ધનુષ અને ઐશ્વર્યા બે પુત્રોના માતા-પિતા છે જેનું નામ યાત્રા અને લિંગ રહેલ છે. તેમ છતાં તે અલગ થયા પછી પણ તેમના બાળકોને એકસાથે ઉછેર કરતા રહેશે.