ફિલ્મ ‘Pushpa 2’ એ રિલીઝ પહેલા જ રચ્યો ઈતિહાસ, અલ્લુ અર્જુનની ફિલ્મે 52 વર્ષનો આ રેકોર્ડ તોડ્યો

Amit Darji

સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ ‘Pushpa 2’ ની હાલમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. લોકો દ્વારા આ ફિલ્મની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. એવામાં લોકો દ્વારા એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અલ્લુ અર્જુનની ફિલ્મનું એડવાન્સ બુકિંગ 30 મી નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘પુષ્પા 2’ વિશે ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડી નાખશે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ લોકોની અપેક્ષાઓ મુજબ યોગ્ય સાબિત થઈ રહી છે. આ ફિલ્મ દ્વારા રિલીઝ પહેલા જ 52 વર્ષનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચવામાં આવ્યો છે.

ફિલ્મ ‘પુષ્પા 2’ Gaiety-Galaxy ની તમામ સ્ક્રીન પર થશે રિલીઝ

અલ્લુ અર્જુન ની ફિલ્મ ‘પુષ્પા 2’ ના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં એક નામી ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ કહેવામાં આવ્યું છે કે, આ ફિલ્મ મુંબઈના પ્રતિષ્ઠિત Gaiety-Galaxy મલ્ટીપ્લેક્સની તમામ છ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ આવું કરનાર પ્રથમ ફિલ્મ બની ગયેલ છે. અહીં દરરોજ આ ફિલ્મના 18 શો થવાના છે. ફિલ્મ ‘પુષ્પા 2’ જે છ સ્ક્રીન પર રિલીઝ થશે તેમાં ગેયટી, ગેલેક્સી, જેમિની, ગોસિપ, જેમ અને ગ્લેમર સામેલ છે. અહીં અત્યાર સુધી જે ફિલ્મો રીલીઝ થઈ છે તેને બે અથવા ત્રણ થિયેટરોમાં રીલીઝ કરવામાં આવશે. વર્ષ 1972 માં બનેલા આ મલ્ટિપ્લેક્સમાં 52 વર્ષ પછી તમામ છ થિયેટરોમાં આ જ ફિલ્મ દેખાડવામાં આવશે.

ફિલ્મ ‘પુષ્પા 2’ ને 12 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ કરવાની તૈયારી

તમને જણાવી દઈએ કે ગઈ કાલે એવા સમાચાર આવ્યા હતા કે, અલ્લુ અર્જુન ની ફિલ્મ ‘પુષ્પા 2’ ના દુનિયાભરમાં 10 હજાર નહીં પરંતુ વિશ્વભરમાં 12 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે. તેની સાથે આ રીતે વર્ષ 2024 માં ‘પુષ્પા 2’ સૌથી મોટી ફિલ્મ બની જશે જે આટલા હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે. સુકુમાર દ્વારા નિર્દેશિતમાં બનનારી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ ‘પુષ્પા 2’ માં ફહદ ફાસિલ નેગેટિવ રોલમાં જોવા મળવાના છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021 માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ ને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. હવે ફરી એક વખત ચાહકો તેમની ફિલ્મને લઈને ઉત્સાહિત રહેલા છે.

- Advertisement -
Share This Article
Leave a comment