Airtel નો 84 દિવસ નો શાનદાર પ્લાન, જેમાં દરરોજ 2.5 GB ડેટા ની સાથે OTT નું મળી રહ્યું છે ફ્રી એક્સેસ

Amit Darji

Airtel દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક રહેલી છે. Airtel ના હાલમાં લગભગ 40 કરોડ જેટલા યુઝર્સ રહેલા છે. ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા એરટેલ દ્વારા તેની યાદીમાં વિવિધ પ્રકારના પ્લાન ઉમેરવામાં આવ્યા છે. કંપની પાસે કેટલાક સસ્તા અને કેટલાક મોંઘા પ્લાન રહેલા છે. જો તમે એરટેલ સિમ નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે અમે એક શાનદાર પ્લાન ને લઈને આવ્યા છીએ.

Jio ની જેમ Airtel દ્વારા પણ જુલાઈ મહિનામાં તેના પોર્ટફોલિયોમાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા આ મહિને પોતાના પ્લાનની કિંમત માં મોટો વધારો કરવામાં આવ્યો હતો. મોંઘા રિચાર્જ થી રાહત આપવા માટે કંપની દ્વારા કેટલાક સસ્તા પ્લાન પણ આ લિસ્ટમાં ઉમેરવામાં આવ્યા છે. એરટેલના લિસ્ટમાં શોર્ટ ટર્મ થી લઈને લોંગ ટર્મ સુધીના ઘણા પ્લાન રહેલા છે. એવામાં આજે તમારા માટે 84 દિવસનો એક શાનદાર પ્લાન લઈને આવ્યા છીએ.

Airtel ના યાદીમાં 1199 રૂપિયાનો શાનદાર રિચાર્જ પ્લાન રહેલો છે. આ એરટેલ નો એક એવો પ્લાન છે જેમાં તમારી તમામ જરૂરિયાતો પૂર્ણ થઈ જશે. તેમાં તમને 84 દિવસની લાંબી વેલિડિટી સાથે તમામ નેટવર્ક માટે ફ્રી કોલિંગની સુવિધા મળશે. તેના સિવાય કંપની દ્વારા પોતાના યુઝર્સને દરરોજ 100 ફ્રી SMS પણ આપવામાં આવે છે.

- Advertisement -

તેની સાથે જો તમે Airtel એવા યુઝર છો જેને વધુ ઇન્ટરનેટ ની જરૂરિયાત હોય છે તો તમને આ રિચાર્જ પ્લાન ખુબ પસંદ આવશે. કેમકે આ પ્લાનમાં કંપની દ્વારા તમને કુલ 210 GB ડેટા ઓફર કરવામાં આવે છે. એટલે કે તમને આ પ્લાનમાં દરરોજ 2.5GB ડેટાનો ઉપયોગ કરી શકશો. દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત થયા બાદ તમને 64kbps ની સ્પીડ મળી જશે.

તમને આ પ્લાનમાં કંપની દ્વારા લોકપ્રિય OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમનું સબ્સ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ સિવાય તમને પ્લાનમાં વધારાના લાભો તરીકે વિંગ મ્યુઝિકનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે.

- Advertisement -
Share This Article
Leave a comment