ગુજરાતના પૂર્વ CM Vijay Rupani ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આજે એટલે 2 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં બે નિરીક્ષકોની નિમણૂકતા કરવામાં આવી છે. તેની સાથે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ મોટી જવાબદારી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિજય રૂપાણી સાથે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપ દ્વારા ટૂંક સમયમાં રાજ્યમાં તેના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના સીએમની હજુ જાહેરાત કરવામાં આવેલ નથી. જ્યારે એવી જાણકારી સામે આવી છે કે, આગામી મુખ્યમંત્રી ભાજપના જ રહેવાના છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી મહા યુતિ ગઠબંધનને 236 બેઠકો મળી છે. ભાજપે સૌથી વધુ 132 બેઠકો, શિવસેનાએ 51 બેઠકો અને અજિત પવાર ની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 46 બેઠકો જીતી હતી. વિપક્ષી મહા વિકાસ આઘાડી ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષમાં શિવસેનાએ સૌથી વધુ 20 બેઠક, કોંગ્રેસે 16 બેઠકો અને શરદ પવારની NCP (SP) 10 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 છે.
તેની સાથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો સત્તાધારી મહાયુતિ ગઠબંધન દ્વારા 236 બેઠક પર જીત મેળવવામાં આવી છે. જેમાં ભાજપ દ્વારા સૌથી વધુ 132 બેઠકો, શિવસેના દ્વારા 51 બેઠકો અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) દ્વારા 46 બેઠકોમાં જીત મેળવવામાં આવી હતી. જ્યારે વિપક્ષી મહા વિકાસ આઘાડી ગઠબંધનને કારમી હાર પ્રાપ્ત થઈ હતી. વિપક્ષમાં શિવસેના દ્વારા સૌથી વધુ 20 બેઠકો, કોંગ્રેસ દ્વારા 16 બેઠકો અને શરદ પવારની NCP (SP) દ્વારા 10 બેઠકોમાં જીત મેળવવામાં આવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ બેઠકો 288 રહેલી છે.