Maharashtra માં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. તેમના દ્વારા ગઈ કાલના મુંબઈમાં યોજાયેલ ભવ્ય સમારંભ માં નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા પાંચ વર્ષ બાદ ફરી રાજ્યની સત્તા સંભાળી લેવામાં આવી છે. જ્યારે શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મોટા નેતાઓ અને બોલિવૂડ હસ્તીઓ પણ પહોંચ્યા હતા.
તેની સાથે રાજ્યના નવા CM Devendra Fadnavis દ્વારા મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મીડિયા ને સંબોધન આપતા જણાવવામાં આવ્યું છે કે, ‘મહાયુતિ ગઠબંધન ની સરકારમાં વિભાગોની વહેંચણી મુદ્દે સંમતિ થઈ ગયેલ છે. મારા મંત્રીમંડળમાં બહુ ફેરફાર કરવામાં આવશે નહીં. અમારું મહારાષ્ટ્ર હવે અટકવાનું નથી. છેલ્લા અઢી વર્ષમાં મહારાષ્ટ્ર દ્વરા જે ઝડપ પકડવામાં આવી છે તે મુજબ તમામ ક્ષેત્રમાં યથાવત રહેવાની છે. અમારી ભૂમિકા અમારી દિશા ને બદલી શકે છે. મારા, શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજિત પવાર વચ્ચેની સમજદારી એક જેવી રહેશે.
વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘મેનિફેસ્ટોમાં જે વચન નો ઉલ્લેખ કરાયો છે તેને પૂરા કરવાનું અમારું ટાર્ગેટ રહેલું છે. અમારી સરકાર દ્વારા પારદર્શી રીતે કામ કરવામાં આવશે. અમને મળેલા પાંચ વર્ષ બદલો લેવા માટે નથી, પરંતુ અમે કામ કરીશું. અમે લાડકી બહેન યોજના ને ચાલુ રાખીશું. હાલ યોજનામાં 1500 રૂપિયા પ્રાપ્ત થઈ રહ્યા છે, તેને વધારી ને અમે 2100 કરીશું. તેમ છતાં તે પહેલા અમે આર્થિક સોર્સ મજબૂત બનાવીશું. અમે બજેટમાં રકમ વધારશું. અમે કેટલીક અરજીઓની યોગ્યતા ની તપાસ કરશું. કેટલીક અરજીઓમાં વિસંગતતાઓ હોવાની શક્યતા છે.
તેમના દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે, ‘નવમી ડિસેમ્બર થી મુંબઈ વિધાનસભા શરુઆત થવાની છે, જેમાં પહેલા સ્પીકર ની ચૂંટણી યોજાશે. નાગપુર વિધાનસભા સત્ર પહેલા કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. અમારા દ્વારા વિભાગોની વહેંચણી માટે લગભગ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. નવી મહાયુતિ સરકાર હેઠળ વિભાગમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે, તેમ છતાં કોઈ મોટો ફેરફાર કરાશે નહીં.