ફિલ્મ ‘Pushpa-2’ 5 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ 2021 ની ફિલ્મ પુષ્પા: ધ રાઇઝ ની સિક્વલ રહેલી છે, જેમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સાથે ફહદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં રહેલા છે. ફિલ્મને ચાહકોથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો આવો જાણીએ આ ફિલ્મ દ્વારા પ્રથમ દિવસે કેટલો બિઝનેસ કરવામાં આવ્યો છે.
ફિલ્મની રિલીઝ સાથે જ ‘પુષ્પા 2’ દ્વારા બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરવામાં આવી છે. પ્રારંભિક આંકડાઓ મુજબ, ફિલ્મ દ્વારા પ્રથમ દિવસે સદી ફટકારી દેવામાં આવી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં તમામ ભાષાઓમાં 103 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લેવામાં આવ્યું છે. મોડી રાત્રી સુધીમાં આ આંકડાઓમાં મોટા ફેરફારો જોવા મળવાની છે. શક્યતા છે. તેની સાથે માનવામાં આવી રહ્યું છે કે, 180 કરોડ રૂપિયાની આજુબાજુ આ આંકડો પહોંચી શકે છે.
‘પુષ્પા 2’ એ આ ફિલ્મોને છોડી પાછળ
‘પુષ્પા 2’ દ્વારા પ્રથમ દિવસે જ સાઉથ અને બોલિવૂડની ઘણી ફિલ્મોને પાછળ છોડી દેવામાં આવી છે. ગુરુવારના આ ફિલ્મે ‘કલ્કી 2898 એડી’ અને ‘દેવરા પાર્ટ-વન’ જેવી ફિલ્મોને પાછળ છોડી દેવામાં આવી છે. આ વર્ષે રિલીઝ થયેલી પ્રભાસની ફિલ્મ કલ્કી 2898 એડી દ્વારા તમામ ભાષાઓ સહિત પ્રથમ દિવસે 95.3 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. જ્યારે દેવરા પાર્ટ વન દ્વારા શરૂઆતના દિવસે 82.5 કરોડનો બિઝનેસ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાન’ દ્વારા બોક્સ ઓફિસ પર 75 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં આવ્યો હતો. આ સિવાય રણબીર કપૂરની ‘એનિમલ’ ની શરૂઆત 63.8 કરોડ રૂપિયાથી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ દ્વારા એડવાન્સ બુકિંગ માં પણ રેકોર્ડ બ્રેક કમાણી કરવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા એડવાન્સ બુકિંગ માં રૂ. 105.67 કરોડની કમાણી કરવામાં આવી હતી. ફિલ્મને વિદેશમાં ઘણો પ્રેમ મળ્યો છે. પ્રથમ દિવસે ફિલ્મનો આ આંકડો રૂ. 250 કરોડને પાર પહોંચી શકે છે.
‘પુષ્પા 2’ અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ માં તેમની ભૂમિકાઓ ફરી નિભાવતા જોવા મળવાના છે. આ ફિલ્મમાં બંનેની એક્ટિંગને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. તેની સાથે જ રશ્મિકા દ્વારા પણ પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોમાં તેના ત્રીજા ભાગની ચર્ચા પણ શરૂ થઈ ગયેલ છે.