Sri Lanka ક્રિકેટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન સનથ જયસૂર્યા ને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જયસૂર્યા છેલ્લા થોડા સમયથી ટીમ સાથે રહેલા હતા પરંતુ તેઓ વચગાળાના કોચ તરીકે જોડાયા હતા. તેમ છતાં તેમની નિમણૂકતા બાદ ટીમના શાનદાર પ્રદર્શન થી ખુશ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા તેમને કાયમી ભૂમિકા આપવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની પુષ્ટિ કરવામાં આવી છે.
શ્રીલંકા ક્રિકેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સનથ જયસૂર્યા ને રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિ દ્વારા ભારત, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેની તાજેતરની સીરીઝમાં ટીમના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ સીરીઝમાં વચગાળાના મુખ્ય કોચ તરીકે જયસૂર્યા સંભાળી રહ્યા હતા. આ નિમણૂકતા 1 ઓક્ટોબર, 2024 ના રોજથી અમલી થશે અને તે 31 માર્ચ, 2026 સુધી છે.
શ્રીલંકન ટીમે કોચ તરીકે સનથ જયસૂર્યા ના માર્ગદર્શન હેઠળ શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. પૂર્વ કેપ્ટનના કાર્યકાળની શરૂઆત ભારત સામેની T-20 અને ODI સીરીઝ થઈ હતી. આ સીરીઝ ના 50 ઓવર ના ફોર્મેટમાં રોહિત શર્મા એન્ડ કંપની ને શ્રીલંકન ટીમ ને આશ્ચર્યચકિત કરી દીધા હતા. શ્રીલંકાએ વનડે સીરિઝમાં ભારતને 2-1 થી હરાવ્યું હતું. ત્યાર બાદ શ્રીલંકાની ટીમે ઇંગ્લેન્ડ નો પ્રવાસ કર્યો હતો, જ્યાં તેણે ઈતિહાસ રચ્યો અને ઓવલમાં ત્રીજી ટેસ્ટ પણ જીતી હતી. ત્યારબાદ શ્રીલંકાએ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડને ખરાબ રીતે હરાવ્યું અને બે મેચની ટેસ્ટ સીરીઝ 2-0 થી જીતી લીધી હતી. ફુલ ટાઈમ કોચ તરીકે સનથ જયસૂર્યાની પ્રથમ જવાબદારી વેસ્ટ ઈન્ડિઝ સામે 13 ઓક્ટોબર થી શરૂ થનારી T20 અને ODI સિરીઝથી થશે.