રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ માં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત અમદાવાદથી સામે આવી છે. Ahmedabad માં ફરી એક વખત હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, માલેતુજાર પરિવાર ના સગીર દીકરા દ્વારા સ્પીડમાં કાર ચલાવી સિક્યુરિટી ગાર્ડ ને અડફેટે લઈને તેનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, Ahmedabad ના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક બિલ્ડરના સગીર પુત્ર દ્વારા અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. સગીર કાર ચાલક દ્વારા સિક્યુરિટી ગાર્ડ ને અડફેટે લેવામાં આવ્યો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. 14 સપ્ટેમ્બરની રાત્રે આ અકસ્માત થયો હતો. જેમાં નામી બિલ્ડર મિલાપ શાહના પુત્ર દ્વારા અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં બિલ્ડર ના સગીર પુત્ર દ્વારા અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. સગીર કાર ચાલક દ્વારા સિક્યુરિટી ગાર્ડ ને અડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું. 14 સપ્ટેમ્બર ના રોજ મર્સિડીઝ કાર ચાલક દ્વારા સિક્યુરિટી ગાર્ડ ને અડફેટે લેવામાં આવ્યો હતો. હિટ એન્ડ રનની તપાસમાં કાર એક બિલ્ડર મિલાપ શાહની હોવાનું સામે આવ્યું છે. બિલ્ડર મિલાપ કુમાર શાહના સગીર પુત્ર દ્વારા પુરઝડપે કાર ચલાવી ને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે સિક્યુરિટી ગાર્ડ નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આ અકસ્માત સર્જનાર કાર સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. બોપલ પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.