પશ્ચિમ બંગાળની રાજધાની Kolkata માં વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે જેને NRS મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે. શનિવારના તાલતાલા પોલીસ સ્ટેશનને એક શંકાસ્પદ બેગ વિશે જાણકારી પ્રાપ્ત થઈ હતી. જ્યારે બેગની તપાસ કરવામાં આવી તે સમયે બેગમાં વિસ્ફોટ થયો હતો. જાણકારી મુજબ રસ્તા પર આ બેગ પડેલી હતી તેને એક વ્યક્તિ દ્વારા ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવતા તેમાં ભયાનક વિસ્ફોટ સર્જાયો હતો.
તમને જણાવી દઈએ એ, આ વિસ્ફોટ બાદ વિસ્તારને કોર્ડન કરી લેવાયો અને આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. બીડીડીએસની ટીમને સ્થળ પર બોલાવી લેવામાં હતી. બીડીડીએસના જવાનો ઘટનાસ્થળ પર પહોંચ્યા અને બેગની આજુબાજુના વિસ્તારોની તપાસ હાથ ધરી હતી. તેમની મંજુરી બાદ ત્યાંથી ટ્રાફિકને મંજૂરી અપાઈ હતી.
તેની સાથે આ બાબતમાં વધુ જાણકારી સામે આવી છે કે, હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ દ્વારા પોતાનું નામ બાપી દાસ (58) હોવાનું કહેવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેની પાસે કોઈ કામ રહેલ નથી અને તે અહીં અને ત્યાં ભટકતો રહેતો હતો. તેના દ્વારા તાજેતરમાં જ એસએન બેનર્જી રોડની ફૂટપાથ પર રહેવાનું શરૂ કરવામાં આવ્યું હતું.