Rajya Sabha માં જયા બચ્ચન અને ધનખડ વચ્ચે થઈ બોલાચાલી

Amit Darji

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર અત્યાર સુધી ખૂબ જ હોબાળાભર્યું રહ્યું છે. શુક્રવારે રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ અને સાંસદ જયા બચ્ચન વચ્ચે ભારે હંગામો થયો હતો. રાજ્યસભામાં અધ્યક્ષ અને જયા બચ્ચન વચ્ચેની ચર્ચા એટલી વધી ગઈ કે હવે જયા બચ્ચન અધ્યક્ષ પાસે માફીની માંગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અધ્યક્ષે તેમની સાથે ગેરવર્તન કર્યું છે. વિપક્ષ આ મામલે અધ્યક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગે છે. જ્યારે વિપક્ષ અધ્યક્ષ ધનખડ વિરુદ્ધ કલમ 67 હેઠળ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

જો કે, કલમ 67B અનુસાર, ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના તમામ સભ્યો દ્વારા પસાર કરાયેલા અને લોકસભા દ્વારા સંમત થયેલા ઠરાવ દ્વારા સભાપતિ દૂર કરી શકાય છે. આ માટે 14 દિવસની નોટિસ આપવામાં આવી છે.

કેમ સર્જાઈ આવી સ્થિતિ?

સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ધનખડ સ્વર પર સવાલ ઉઠાવ્યા. શુક્રવારે રાજ્યસભામાં જયા બચ્ચન અને અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જયા બચ્ચન પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા ધનખડે કહ્યું કે, રાજ્યસભાના વરિષ્ઠ સભ્ય હોવાના કારણે શું તમારી પાસે ખુરશીનો અનાદર કરવાનું લાયસન્સ છે. આ પહેલા જયા બચ્ચને અધ્યક્ષ જગદીપ ધનખડ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

મારો સ્વર, મારી ભાષાની થઈ રહી છે ચર્ચા

આ અંગે નારાજગી વ્યક્ત કરતાં અધ્યક્ષે કહ્યું કે, મારા સ્વર, મારી ભાષા, મારા સ્વભાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. પરંતુ હું બીજા કોઈની સ્ક્રિપ્ટને અનુસરતો નથી, મારી પાસે મારી પોતાની સ્ક્રિપ્ટ છે. બીજી તરફ બોલવા ન દેવાથી નારાજ વિપક્ષે આ દરમિયાન ગૃહનો બહિષ્કાર કર્યો હતો અને રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ગૃહમાં ઘણા વિપક્ષી સભ્યો વિપક્ષના નેતાઓને બોલવાની તક આપવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષી સાંસદો અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ પોતાના વિચારો વ્યક્ત કરવાનો પ્રયાસ કરતા રહ્યા.

હું કલાકાર છું, બોડી લેન્ગવેજ સમજુ છું

આ દમિયાન જાય બચ્ચને અધ્યક્ષને કહ્યું, ‘સર, હું જયા અમિતાભ બચ્ચન કહેવા માંગુ છું કે હું એક કલાકાર છું, હું બોડી લેંગ્વેજ સમજું છું, હું અભિવ્યક્તિ સમજું છું, સર કૃપા કરીને મને માફ કરો પણ તમારો સ્વર જે છે…’ તેમણે કહ્યું કે અમે બધા સાથીદારો છીએ, તમે આસન પર બેસી શકો છો.

- Advertisement -

જયા બચ્ચનના આ નિવેદનથી ગુસ્સે થઈને અધ્યક્ષે કહ્યું કે જયા જી, તમે ઘણી પ્રતિષ્ઠા કમાઈ છે, તમે જાણો છો કે એક એક્ટર ડિરેક્ટર હેઠળ હોય છે, મેં અહીં જે જોયું તે તમે નથી જોયું. તમે કોઈપણ હોઈ શકો છો, તમે સેલિબ્રિટી પણ હોય, પરંતુ તમારે પદ્ધતિ સમજવી પડશે.

Share This Article
Leave a comment