Ahmedabad પોલીસની ટ્રાફિક ડ્રાઈવમાં બે દિવસમાં હેલ્મેટ વગર ફરનાર વાહનચાલકો પાસેથી અધધધ રૂપિયાનો વસૂલાયો દંડ

Amit Darji

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાના બનાવ સામે આવતા રહે છે. લોકોની બેદરકારી ના લીધે અકસ્માતમાં વધારો જોવા મળ્યો છે. હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો જોવા મળ્યો છે. ત્યારે આ અકસ્માતમાં નાનાથી લઈને મોટા ભોગ બને છે. એવામાં ટ્રાફિકના નિયમો અને હેલ્મેટના નિયમો નું પાલન નહીં થવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખ્ત વલણ અપનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ Ahmedabad શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને હેલ્મેટ વગર વાહન ચલાવનાર વાહનચાલકો સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં છેલ્લા બે દિવસમાં જ હેલ્મેટ વગરના છ હજારથી વધુ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે 33 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે, Ahmedabad શહેર ટ્રાફિક પોલીસે રોંગ સાઈડ અને હેલ્મેટ વગર વાહન ચલાવનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની ડ્રાઇવ શરૂ કરી હતી. જેમાં નવ ઓગસ્ટના રોજ હેલ્મેટ વગરના 2406 વાહન ચાલકોને પકડી 12.5 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે ગેરકાયદેસર રીતે વાહન પાર્કિંગ કરનાર 947 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતા 4.85 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.

તેની સાથે 10 ઓગસ્ટના રોજ હેલ્મેટ વગર 4107 જેટલા વાહનચાલકોને ઝડપી 20.59 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે રોંગ સાઈડમાં 196 વાહન ચાલકોને ઝડપી 3.30 લાખનો દંડ વસૂલ કરાયો હતો. તેની સાથે જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિકના નિયમનો પાલનને લઈને કડક ટિપ્પણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ટુ-વ્હીલર ઉપર વાહન ચાલક દ્વારા હેલ્મેટ પહેરવામાં આવતા નથી. હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી બાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 8 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

 

Share This Article
Leave a comment