દેશના મોટાભાગના લોકો નેવિગેશન માટે Google Maps નો ઉપયોગ કરતા રહે છે. ગૂગલ દ્વારા યુઝર્સની સુવિધા માટે ગૂગલ મેપ્સમાં ઘણા ફીચર્સ આપેલ છે. તાજેતરમાં ગૂગલ મેપ્સમાં ઘણી ઉપયોગી સુવિધાઓ રજૂ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કંપની દ્વારા તેમાં એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે. ગૂગલ મેપ્સના નવા ફીચર હેઠળ યુઝર્સને નકલી રિવ્યુ થી સુરક્ષિત રાખવામાં આવશે. આ ફીચર એવા કારોબારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમને નકલી રિવ્યૂ ના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. આવી સ્થિતિમાં ગૂગલ મેપ્સ નું નવું ફીચર યુઝર્સને ચેતવશે અને બિઝનેસમાં ગેરકાનૂની રીતે આપવામાં આવેલા ફીડબેક નો સામનો કરશે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ગૂગલ મેપ્સ દ્વારા સૌથી પહેલા આ ફિચરને યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ સુવિધાનો લાભ અમેરિકામાં ઉઠાવી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ગૂગલ બિઝનેસમાંથી એકથી વધુ રિવ્યૂ હટાવી દેશે ત્યારે આ ફીચર કામ કરશે. ત્યાર બાદ યુઝર્સને એલર્ટ નોટિફિકેશન મોકલવામાં આવશે. આવી સ્થિતિમાં, આ સુવિધા સ્થાનિક વ્યવસાયો માટે માહિતી મેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને નકલી રિવ્યુઝ થી બચી શકાશે.
તેમ છતાં ગૂગલે અત્યાર સુધી જણાવ્યું નથી કે, બિઝનેસના નકલી રિવ્યુઝ દૂર કરવા માટે કયા માપદંડ નક્કી રાખવામાં આવ્યા છે. તેમ છતાં જે બિઝનેસ માટે ફેક રિવ્યુઝ ની ફરિયાદ આવશે તેને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવશે. આ રીતે તે બિઝનેસ પ્રોફાઇલ પર થોડા સમય માટે નવા રિવ્યુઝ આવશે નહીં.