ઉત્તર પ્રદેશના Meerut માં સર્જાઈ મોટી દુર્ઘટના, મકાન ધરાશાયી થતા સાતના મોત

Amit Darji

ઉત્તર પ્રદેશના Meerut માં ભારે વરસાદને લીધે એક મકાન ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે મકાન ધરાશાયી થયું તે સમયે અંદર ઘણા લોકો રહેલા હતા. જ્યારે ગઈ કાલ સાંજના આ ઘટના સર્જાઈ હતી. તેની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનાને લઈને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી.

તમને જણાવી દઈએ કે, હાલમાં કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરી માં જોડાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, સાંજે સાડા આઠ વાગ્યા સુધીમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે અને તેમને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં સાત લોકોના મૃત્યુ નીપજ્યા છે.

જાણકારી અનુસાર, મેરઠના લોહિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ઝાકિર કોલોનીમાં મકાન ધરાશાયી ની ઘટના સર્જાઈ છે. જ્યારે તેવા પણ સમાચાર સામે આવ્યા છે કે, ઘરની અંદર 10 થી વધુ લોકો રહેલા હતા. કમિશનર સેલ્વા કુમારી જે. એ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, ઘરના કાટમાળ નીચે દટાયેલા એક જ પરિવારના લગભગ આઠથી દસ લોકો રહેલા હતા.

તેની સાથે આ દુર્ઘટના સર્જાઈ તે સમયે તેના પરિવારના સભ્યો અન્ય જગ્યાએ રહેલા હતા. તેના લીધે તે બચી ગયા હતા. તેમના દ્વારા આ ઘટના અંગે વહીવટીતંત્રને જાણ કરવામાં આવી કે, તેમના પરિવારના બાકીના સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયેલા છે. ફાયર ફાયટર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. એસડીઆરએફ અને એનડીઆરએફ પણ ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ની કામગીરી હાથ ધરી છે.

Share This Article
Leave a comment