Liam Livingstone અને જેકબ બેથેલે 47 બોલમાં 90 રનની ભાગીદારી નોંધાવીને ઈંગ્લેન્ડે બીજી T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. ઈંગ્લેન્ડે આ જીત સાથે ત્રણ મેચની સીરીઝમાં 1-1 થી બરાબર કરી લેવામાં આવી છે. ત્રીજી અને નિર્ણાયક મેચ રવિવારના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાવવાની છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં છ વિકેટે 193 રન બનાવ્યા હતા. પડકારજનક ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી નહોતી અને એક સમયે તેનો સ્કોર ત્રણ વિકેટે 79 રન રહેલો હતો. લિવિંગસ્ટોન અને બેથેલે અહીંથી ટીમ માટે શાનદાર શરૂઆત કરી હતી.
તેની સાથે બેથેલ 24 બોલમાં 44 રન બનાવી ને આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની સ્થિતિ ફરી બગડી ગઈ હતી, પરંતુ Liam Livingstone એ 47 બોલમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ની મદદથી 87 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને જીત તરફ લઇ ગયા હતા. તેની સાથે જ્યારે સ્કોર ટાઈ થયો ત્યારે લિવિંગસ્ટોન આઉટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં આદિલ રાશિદે વિજયી રન બનાવ્યો અને ઇંગ્લેન્ડ ના સ્કોરને 19 ઓવરમાં સાત વિકેટે 194 રન સુધી પહોંચાડી દીધો હતો. ઈંગ્લેન્ડ માટે ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટે પણ 39 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમ છતાં ઓસ્ટ્રેલિયા માટે કામચલાઉ સ્પિનર મેથ્યુ શોર્ટે 22 રનમાં પાંચ વિકેટ ઝડપીને તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
આ અગાઉ લિવિંગસ્ટોને બોલિંગમાં શાનદાર કમાલ કરતા 16 રનમાં બે વિકેટ લીધી હતી. બ્રાયડન કાર્સે 26 રનમાં બે વિકેટ લઈને સારો સાથ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા નો કેપ્ટન મિચેલ માર્શ બીમારીના લીધે આ મેચમાં રમી શક્યા નહોતા. તેમના સ્થાને ટ્રેવિસ હેડે કેપ્ટનશિપ ની જવાબદારી સંભાળી હતી. ટ્રેવિસ હેડે 14 બોલમાં 31 રનની તોફાની ઈનિંગ રમી ને ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત અપાવી હતી. ત્યાર બાદ જેક ફ્રેઝર-મેકગર્કે 50 રન બનાવ્યા, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ્રથમ અડધી સદી પણ રહેલી છે. તેના સિવાય મેથ્યુ શોર્ટે 28 રન અને જોશ ઈંગ્લિશે 42 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા દ્વારા છેલ્લી પાંચ ઓવરમાં 60 રન બનાવવામાં આવ્યા હતા.