Mexico થી મોટી ઘટના સામે આવી છે. મેક્સિકોથી એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ૧૯ લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. મેક્સિકોના જકાટેકાસ પ્રાંતમાં રોડ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 19 લોકોના મૃત્યુ નીપજ્યા છે જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી બસ સાથે અથડાવાના લીધે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ નો કાફલો ઘટના સ્થળ આ મામલામાં તપાસ હાથ ધરી હતી.
આ મામલામાં સ્થાનિક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શનિવારના Mexico ના સેન્ટ્રલ સ્ટેટ જકાટેકાસમાં એક હાઇવે પર બસ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 19 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને છ લોકોને ઈજા પહોંચી હતી. સવારના સમયે મુસાફરોને લઈ જતી બસ ટ્રેક્ટર-ટ્રેલર ના પાછળના ભાગમાં ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે, બસ અને ટ્રેક્ટર બંને વાહન ખીણમાં પડી ગઈ હતી.
આ મામલામાં જકાટેકાસના ગવર્નર ડેવિડ મોનરિયલ દ્વારા શરૂઆતમાં 24 લોકોના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. પરંતુ રાજ્યના એટર્ની જનરલની ઓફિસ દ્વારા ત્યાર બાદ એક નિવેદનમાં આ સંખ્યામાં સુધારો કરવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું હતું કે, 19 લોકો મૃત્યુ નીપજ્યા છે, જ્યારે છ લોકોને ઈજા પહોંચી છે. એટર્ની જનરલ ઓફિસ દ્વારા કહેવામાં આવ્યું કે, તેઓ ટ્રેક્ટર-ટ્રેલર ના ડ્રાઈવરની ધરપકડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક સમાચારમાં એક સ્થાનિક સરકારી અધિકારીને ટાંકીને જણાવવામાં આવેલ છે કે, શનિવાર ના સવારમાં સર્જાયેલા અકસ્માત બાદ ખીણમાં પડી ગયેલા કેટલાક મૃતદેહોને બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
આ મામલામાં એટર્ની જનરલ ઓફિસના જણાવ્યા મુજબ, યુએસ-મેક્સિકો સરહદ પર ચિહુઆહુઆ રાજ્યના શહેર સિઉદાદ જુઆરેઝ તરફ જતા સમયે બસનો અકસ્માત સર્જાયો હતો. એટર્ની જનરલની ઓફિસ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, પીડિતોમાં પ્રવાસીઓ સામેલ નહોતા. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા તસ્વીરોમાં રેસ્ક્યુ ટીમના લોકો ઘટના સ્થળેથી મૃતદેહોને બહાર કાઢતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે દક્ષિણ મેક્સિકોમાં એક હાઇવે પર એક ટ્રકનો અકસ્માત થતા 10 લોકોના મૃત્યુ નીપજ્યા હતા અને 17 લોકોને ઈજા પહોંચી હતી.