દેશમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવતી રહે છે. જારે આવી આવી જ એક બાબત રાજસ્થાનથી સામે આવી છે. Rajasthan માં બસ નો રોડ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે કે, રાજ્યના સીકર જિલ્લાના લક્ષ્મણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી બસનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોના મૃત્યુ નીપજ્યા છે અને 25 થી વધુને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યારે આ અકસ્માતમાં પાંચ મૃતકો મહિલા હોવાનું પણ સામે આવ્યું છે.
જાણકારી મુજબ, રાજસ્થાનમાં એક બસ પુલ સાથે અથડાયા બાદ પલટી ખાઈ લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. તેમના દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
તેની સાથે અકસ્માતની જાણકારી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘જીવન ગુમાવવું અત્યંત દુઃખદ અને હૃદય દ્રાવક છે, મૃતકોના શોકગ્રસ્ત પરિવાર સાથે મારી ઊંડી સંવેદનાઓ છે. અધિકારીઓ દ્વારા ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવામાં આવે.’
તમને જણાવી દઈએ કે, બસ સુજાનગઢ થી સાલાસર-લક્ષ્મણગઢ-નવલગઢ તરફ જઈ રહી હતી. ઘટનાને લઈને વધુ જાણકારી મળી છે કે, બસની સ્પીડ વધુ હોવાના લીધે યોગ્ય વળાંક ન લઈ શકવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. હાલમાં ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ લક્ષ્મણગઢ તરફ લઈ જવામાં આવ્યા છે.