Pakistan થી મોટી જાણકારી સામે આવી છે. પાકિસ્તાનથી ઈરાક તરફ જઈ રહેલા શિયા શ્રદ્ધાળુઓની બસ ઈરાનના યઝદમાં પલટી જતા ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં 35 થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ મામલામાં સ્થાનિક અધિકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ દુર્ઘટના મંગળવાર રાત્રીના મધ્ય ઈરાનના પ્રાંત યજ્દમાં સર્જાઈ હતી.
જાણકારી અનુસાર, શ્રદ્ધાળુઓથી ભરેલી આ બસનો સેન્ટ્રલ ઈરાનમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 35 લોકો મૃત્યુ થયા હતા. ઈરાનની સરકારી મીડિયા એજન્સી અનુસાર, સ્થાનિક ઈમરજન્સી ઓફિસર મોહમ્મદ અલી માલેકજાદેહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ દુર્ઘટના મંગળવાર રાત્રીના ઇરાનના યજ્દ પ્રાંતમાં આ ઘટના સર્જાઈ હતી. જ્યારે પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, બ્રેક ફેલ થઈ હોવાના લીધે ડ્રાઈવર દ્વારા નિયંત્રણ ગુમાવી દેતા બસે પલટી ખાઈ લીધી હતી. તેના લીધે આ અકસ્માત સર્જાયો હતો.
આ મામલામાં અલી માલેકજાદેહ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં અન્ય 16 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. દુર્ઘટનાના સમયે બસમાં 51 લોકો મુસાફર રહેલા હતા. આ તમામ લોકો શ્રદ્ધાળુ રહેલા હતા અને તેઓ અરબઈનની યાદમાં ઈરાક તરફ જઈ રહ્યા હતા. 7 મી સદીમાં એક શિયા ગુરુના અવસાનના 40 માં દિવસે અરબઈન મનાવવામાં આવે છે.
તેની સાથે મીડિયા મુજબ, તફ્તાન-દેહશિર ચેક પોઈન્ટ નજીક બસ પલટી ખાધી હતી અને ત્યાર બાદ બસમાં આગ લાગી ગઈ હતી. પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા અને મૃતદેહો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.