AAP નેતા Satyendra Jain ૧૮ મહિના બાદ જેલમાંથી થયા મુક્ત થતા આપ્યું મોટું નિવેદન

Amit Darji

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આપ પક્ષના નેતા Satyendra Jain 18 મહિના બાદ જેલમાંથી બહાર આવી ગયા છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા મની લોન્ડરિંગ મામલામાં તેમના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. શરત હેઠળ સત્યેન્દ્ર જૈન દ્વારા બોન્ડ પેટે રૂ. 50,000 જમા કરાવવા પડશે.

તેની સાથે જામીન આપતા હાઈકોર્ટ દ્વારા Satyendra Jain ની લાંબા સમયથી કસ્ટડીમાં હોવાનો હવાલો આપવામાં આવ્યો છે અને મનીષ સિસોદિયા ના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લેતા મૌલિક અધિકાર રૂપે ત્વરિત સુનાવણી કરવાના હક પર ભાર મૂકવામાં આવ્યો છે. સત્યેન્દ્ર જૈન દ્વારા જેલની બહાર સમર્થકોને સંબોધતા જણાવ્યું હતું કે, તમામ નેતાઓ બહાર આવી ગયા છે. બધા કામ પૂર્ણ કરીને દેખાડશે. અરવિંદ કેજરીવાલ દ્વારા યમુના નદીને સાફ કરવાનું વચન આપવામાં આવ્યું હતું.

તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “અરવિંદ કેજરીવાલે પહેલા જ જણાવ્યું હતું કે, આ આગની નદી છે તો તમારે જેલમાં પણ જવાનો પણ વારો આવશે. આજે આ દેશના સામાન્ય માણસ દ્વારા એક નેશનલ પાર્ટી બનાવવામાં આવી છે. તે દેશ વિશે વિચારવા માટે બનાવાઈ હતી. આ સિવાય વધુમાં કહ્યું કે, “ચિંતા ન કરો. અરવિંદ કેજરીવાલ જી બહાર આવેલ છે. મનીષ જી બહાર આવી ચૂક્યા છે. સંજય સિંહ બહાર રહેલા છે. હું પણ બહાર આવ્યો છું. બાકી રહેલ તમામ કામ હું પૂર્ણ કરી દઈશ.”

તેની સાથે તે કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે સીએમ આતિશીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આતિશી હાર્વર્ડ માંથી અભ્યાસ કરીને પરત આવી. તેમને પણ જેલમાં જવું જ પડશે.” આ સાંભળીને સિસોદિયા અને સંજય સિંહ હસવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે, સત્યેન્દ્ર જૈનની ઈડી દ્વારા 30 મે, 2022 ના રોજ કથિત રૂપે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જૈનના નામે ચાર કંપનીઓના માધ્યમથી મની લોન્ડરિંગ થયુ હોવાનો આરોપ મૂકવામાં આવેલ છે. 2017 માં સીબીઆઈ દ્વારા આ કેસ ફાઈલ કરાયો હતો. આપના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા પણ મની લોન્ડરિંગ કેસ હેઠળ જેલમાં બંધ રહેલા હતા. જેમને હાલમાં જ જામીન મળ્યા હતા.

 

Share This Article
Leave a comment