સોશિયલ મીડિયા પર બાળ સંત તરીકે પ્રખ્યાત અને વાયરલ થયેલા Abhinav Arora ને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી, માતાએ કર્યો દાવો…

Amit Darji

સોશિયલ મીડિયા પર બાળ સંત તરીકે પ્રખ્યાત અને વાયરલ થયેલા Abhinav Arora ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સ્પિરિચ્યુઅલ ઓરેટર અભિનવ અરોરાના પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેમને લોરેન્સ બિશ્નોઈ ની ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી  છે.

આ બાબતમાં Abhinav Arora ની માતા દ્વારા સમાચાર એજન્સી ANI ને જણાવવામાં આવ્યું હતું કે, ‘સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી છબીને ખરાબ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. અભિનવ દ્વારા એવું કંઈ જ કરવામાં આવ્યું નથી જેના માટે તેને આ ધમકીઓ આપવામાં આવી રહી છે. તેણે માત્ર તેની નિષ્ઠા પર ધ્યાન આપેલ છે અને તેને ઘણું સહન પણ કરવું પડે છે.’ તેમના દ્વારા વધુમાં જણાવ્યું છે કે, ‘અમને લોરેન્સ બિશ્નોઈ જૂથ તરફથી એક કોલ આવ્યો હતો, જેમાં તેઓના દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, ગઈકાલ રાત્રીના હું એક કોલ ચૂકી ગયો હતો અને આજે અમને તે જ નંબર પરથી સંદેશ પ્રાપ્ત થયો હતો કે, તેઓ અભિનવને જાનથી મારી નાખશે.’

તમને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા Abhinav Arora ના માતા-પિતાની ફરિયાદ બાદ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 351 (4) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હીના 10 વર્ષીય અભિનવ અરોરાનો તાજેતરમાં એક વીડિયો સામે આવ્યા બાદ ચર્ચામાં તે આવી ગયો હતો. જેમાં તેના દ્વારા એક ધાર્મિક કાર્યક્રમમાં સ્વામી રામભદ્રાચાર્ય દ્વારા ઠપકો આપતા દેખાડવામાં આવ્યો હતો. અભિનવની માતા દ્વારા વાયરલ વીડિયો સામે થઈ રહેલી ટીકા પર પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે, વડીલો તરફથી ઠપકો આપવો આશીર્વાદ સ્વરૂપ ગણાઈ.

તેની સાથે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “આ એટલો મોટો મુદ્દો નહોતો જેટલો તેને બનાવવામાં આવેલ છે. આ વીડિયો 2023 નો રહેલો છે અને તે વૃંદાવનમાં બનેલો હતો. અભિનવ ભક્તિમાં એટલો ડૂબેલો હતો કે, તે ભૂલી ગયો હતો કે તેણે સ્ટેજ પર મૌન રહેવાનું હતું અને તેણે મંત્ર જાપ કરવાનું શરૂ કરી દીધું હતું.” જ્યારે “રામભદ્રાચાર્યજી દ્વારા પણ તેમને આશીર્વાદ આપવામાં આયા હતા; વડીલો તરફથી ઠપકો આપવો તે પણ આશીર્વાદ સમાન હોય છે.”

જ્યારે આ બાબત વધુમાં જણાવ્યું કે, “દરેક વ્યક્તિએ મને આપેલા આશીર્વાદ પર નહીં પણ ઠપકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે મને તેના રૂમમાં બોલાવીને મને આશીર્વાદ આપ્યા અને તે વીડિયો પણ આજે ઈન્ટરનેટ પણ ઉપલબ્ધ રહેલ છે. આ વીડિયો 2023, પ્રતાપગઢનો રહેલો છે.” હાલમાં અમારા ઘરની બહાર અરાજકતા રહેલી છે. મારો જીવ જોખમમાં રહેલો છે. અમારે ક્યા સુધી આ બાબતમાં સહન કરવું પડશે.?

Share This Article
Leave a comment