અભિનેતા Abhishek Banerjee ની બે-બે ફિલ્મો 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. તેમાંથી એક ‘સ્ત્રી 2’ અને બીજી હતી ‘વેદા’ હતી. ‘સ્ત્રી-2’ બોક્સ ઓફિસની રેસમાં ઝડપથી આગળ વધી હતી અને ‘વેદા’ ને ચાહકોએ થોડી ઓછી પસંદ કરી છે. એવામાં ‘Stree-2’ની સફળતા બાદ અભિષેક બેનર્જીના સ્ટારમાં પણ વધારો જોવા મળ્યો છે અને તેમને લીડ રોલ માટે ઓફર્સ આવવા લાગી છે.
Abhishek Banerjee દ્વારા એક નામી ચેનલમાં આપવામાં આવેલ ઈન્ટરવ્યુંમાં જણાવવામાં આવ્યું છે કે, ગયા અઠવાડિયના તેમને ત્રણ મુખ્ય ભૂમિકાઓ માટે ઓફર પ્રાપ્ત થઈ હતી પોતાની કારકિર્દીમાં આવેલા આ બદલાવ વિશે વાત કરતા અભિષેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પહેલા આ પ્રકારના રોલ ઓફર કરવામાં આવતા નહોતા પરંતુ હવે અચાનક તે થવાનું શરુ થઈ ગયું છે. પહેલા મને ઓછા બજેટની ઓફર પ્રાપ્ત થતી હતી.
તેની સાથે અભિષેક બેનર્જી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તેમને જે-જે રોલની ઓફર મળી છે, પહેલા તે તેને વાંચશે અને પછી નિર્ણય લેશે કે, તેમને શું કરવું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વાથી કારકિર્દીમાં ઘણો મોટો ફર્ક પડે છે. તેમણે જણાવ્યું કે, તે એવી ફિલ્મોમાં કામ કરવા ઈચ્છે છે જે લોકોને મનોરંજન આપી શકે.
એક ફિલ્મના સારા પ્રદર્શન અને બીજી દર્શકો દૂર હોવા અંગે વાત કરતા અભિષેક દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘સ્ત્રી 2’ ના પાત્રો વિશે લોકો પહેલાથી જ જાણતા હતા કારણ કે તેઓએ તેમને પહેલા ભાગમાં જોયેલા હતા અને આ એક મોટી ફિલ્મ પણ છે. વેદા પર બોલતા અભિષેકે જણાવ્યું કે, નિખિલે એક શાનદાર ફિલ્મ બનાવી છે અને તેણે ફિલ્મના અંતમાં લોકોને તાળીઓ પાડતા પણ જોયા છે. ટિકિટ બારી પર બંને ફિલ્મો ના પ્રદર્શન અંગે અભિષેક દ્વારા કહેવામાં આવ્યું કે, આ એકંદરે એક મીઠો અને ખાટો અનુભવ રહેલો છે.
‘સ્ત્રી 2’ની કમાણીની વાત કરવામાં આવે તો આ ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થઈ ગયેલી છે. સૈકનીલ્ક મુજબ, તેણે નવ દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 309.15 કરોડ રૂપિયાનું કલેક્શન પ્રાપ્ત કર્યું છે. હવે તેની નજર 400 કરોડના ક્લબ પર રહેલ છે. જ્યારે ‘વેદા’ દ્વારા હજુ સુધી 50 કરોડ રૂપિયા પણ કમાઈ શકી નથી. તેણે નવ દિવસમાં ભારતમાં માત્ર 17.9 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં આવ્યો છે.