વિનેશ ફોગાટ મહિલા કુસ્તીની ફાઇનલમાં રમી શકે તે પહેલા જ પેરિસ ઓલિમ્પિક 2024 માંથી અયોગ્ય જાહેર કરવામાં હતી. તેના લીધે સમગ્ર ભારત લોકો ખૂબ જ દુઃખી રહેલા છે. જ્યારે સમગ્ર રાષ્ટ્ર પેરિસ ઓલિમ્પિકમાં મહિલા 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં તેના શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા હતા. તે સમયે વિનેશને અંતિમ દિવસે વજનમાં 100 ગ્રામ વધુ વજન જોવા મળતાં તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. એક તરફ અભિનેત્રી રાજકારણી હેમા માલિની દ્વારા આપવામાં આવેલ વિનેશ ફોગાટના વજનને લઈને કરેલી ટિપ્પણીના લીધે તેમની ટીકાઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ, Dharmendra દ્વારા હવે વિનેશના વખાણ કરતી એક પોસ્ટ શેર કરવામાં આવી છે.
તાજેતરમાં અભિનેતા Dharmendra દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિનેશ ફોગાટ માટે એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં ધર્મેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેઓ વિનેશના સ્વાસ્થ્ય અને ખુશી માટે પ્રાર્થના કરી રહ્યા છે. Dharmendra દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, “પ્રિય પુત્રી વિનેશ, આ સમાચાર સાંભળીને અમને ઘણું દુઃખ થયું છે. તું આ ધરતીની એક બહાદુર હિંમતવાન દીકરી રહેલ છે. અમે તમને તમારા સ્વાસ્થ્ય અને ખુશી માટે પ્રાર્થના કરીએ છીએ. પોતાના પરિવાર અને તમારા પ્રિય લોકો માટે ખુશ, સ્વસ્થ અને મજબૂત રહો..
આ અગાઉ મથુરાથી બીજેપી બીજેપી સાંસદ માલિની દ્વારા કરવામાં આવેલ તેમની ટિપ્પણી માટે સોશિયલ મીડિયા પર આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો. હેમા માલિનીએ જણાવ્યું હતું કે, “તમારું વજન નિયંત્રણમાં રાખવું જરૂરી છે. આપણા બધા માટે આ એક સારો બોધપાઠ છે કે, 100 ગ્રામ પણ ઘણું મહત્વનું છે. અમને તેના માટે દુઃખ થાય છે, હું ઈચ્છું છું કે, તે ઝડપથી 100 ગ્રામ ઓછું કરી નાખે, પરંતુ તેઓ ને તે કરવાની તક મળશે નહીં.”
તેમ છતાં ત્યાર બાદ હેમા માલિનીએ સાંજે વિનેશ ને પ્રોત્સાહિત કરતા લખ્યું હતું કે, “વિનેશ ફોગાટ સંપૂર્ણ દેશ તમારી પાછળ ઉભો છે! તું અમારી આ ઓલિમ્પિકની હિરોઈન છે. હિંમત હારશો નહીં – તમે મહાન સિદ્ધિઓ માટે બન્યા છો અને તમારી સામે ઉજ્જવળ ભવિષ્ય છે. બસ હિંમતથી આગળ વધો.”