સ્થાનિક કોર્ટ દ્વારા ગુરુવારના દુષ્કર્મના આરોપી અભિનેતા-રાજનેતા M. Mukesh ને ધરપકડમાંથી રાહત આપવામાં આવી છે. તેની સાથે પોલીસને 3 સપ્ટેમ્બર સુધી તેમની ધરપકડ ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કોલ્લમના સીપીઆઈ ધારાસભ્ય એમ મુકેશ દ્વારા પહેલાથી આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. જ્યારે કેરળ પોલીસ દ્વારા ૨૮ ઓગસ્ટના રોજ એક મહિલા અભિનેતાના આરોપ બાદ તેમની સામે દુષ્કર્મનો કેસ દાખલ કર્યો હતો.
જ્યારે અહીંની મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા મુકેશને વચગાળાની રાહત આપતા જણાવવામાં આવ્યું હતું કે, અભિનેતા કાયદાથી ભાગી જાય તેવી શક્યતાઓ ઓછી રહેલી છે. કોર્ટ દ્વારા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, “સ્થિતિને ધ્યાનમાં રાખતા જણાવ્યું હતું કે, કાયદાની ચુંગાલમાંથી છટકી જવાની કોઈ શક્યતા રહેલી નથી. IO (તપાસ અધિકારી) ને નિર્દેશ આપવામાં આવે છે કે, તેઓ અરજદારની 3/9/24 સુધી ધરપકડ કરે નહીં.”
બુધવાર રાત્રીના કોચી શહેરના મરાડુ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376 (દુષ્કર્મ) હેઠળ મુકેશ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમની આગોતરા જામીન અરજીમાં અભિનેતા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, પીડિતા દ્વારા તેમના વિરુદ્ધ આપવામાં આવેલ નિવેદન ખોટા ઈરાદાથી આપવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, આ કેસ ખરાબ ઈરાદાથી અને તેમની રાજકીય અને ફિલ્મી કારકિર્દીને બગાડવા માટે દાખલ કરવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, આગોતરા જામીન એવા સમયે આવ્યા છે જ્યારે વિપક્ષ દ્વારા મુકેશના ધારાસભ્ય પદેથી રાજીનામા આપવાની માંગ કરી રહ્યા હતા. મુકેશ, જયસૂર્યા અને સિદ્દીક સહિત મલયાલમ સિનેમાના જાણીતા નામો પર પોલીસ દ્વારા એક મહિલા સહકર્મી સાથે દુષ્કર્મ અને જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે. જેને જસ્ટિસની હેમા સમિતિના તારણો સાર્વજનિક થયા બાદ આ આરોપ લગાવ્યો હતો. સમિતિએ સમિતિએ મલયાલમ ઉદ્યોગમાં મહિલા વ્યાવસાયિકો સાથે દુર્વ્યવહાર અને શોષણના મામલાનો ખુલાસો કર્યો હતો.