અભિનેતા Ranbir Kapoor ની ધૂમ-4 માં એન્ટ્રી, જાણો ક્યારે થશે ફિલ્મનું શૂટિંગ… 

Amit Darji

બોલિવૂડ એક્ટર Ranbir Kapoor આજે પોતાનો જન્મદિવસ ઉજવણી કરી રહ્યો છે. આ તક પર અભિનેતા સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર એવા સમાચાર સામે આવ્યા છે કે, રણબીર કપૂર દ્વારા YRF ની ધૂમ 4 સાઈન કરવામાં આવી છે. અભિનેતા હાલમાં નિતેશ તિવારી ની રામાયણની શૂટિંગમાં વ્યસ્ત રહેલ છે. સમાચાર મુજબ, રણબીર રામાયણ બાદ હવે આદિત્ય ચોપરા ની ધૂમ ફ્રેન્ચાઇઝી ની ચોથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

રિપોર્ટ્સ મુજબ, Ranbir Kapoor દ્વારા નિર્માતાઓને પોતાની અંતિમ મંજૂરી આપી દીધી છે અને ચોપરા લેખક વિજય કૃષ્ણ આચાર્ય સાથે સ્ક્રિપ્ટને ફાઇનલ કરવામાં વ્યસ્ત રહેલ છે. પ્રોડક્શનની નજીકના એક સૂત્રનું કહેવું છે કે, YRF સમગ્ર ફ્રેન્ચાઈઝીને સંપૂર્ણપણે રીબૂટ કરવા પર વિચાર કરી રહ્યા છે અને તેમાં રણબીર મુખ્ય ભૂમિકા ભજવશે. રણબીર સિવાય બાકીનું કાસ્ટિંગ ટૂંક સમયમાં થવાનું છે અને ચોથી ફિલ્મમાં જૂની ધૂમ ફિલ્મોમાંથી કોઈ ને કાસ્ટ કરવામાં આવશે નહીં.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધૂમ આદિત્ય ચોપરા ની મનપસંદ ફ્રેન્ચાઈઝી છે અને તેમણે વર્તમાન સમયને અનુરૂપ તેને રીબૂટ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા બધા ભાગોની જેમ ધૂમ 4 (ધૂમ રીલોડેડ) ની સ્ક્રિપ્ટ આદિત્ય ચોપરા એ વિજય કૃષ્ણ આચાર્ય સાથે મળીને વિકસિત કરવામાં આવી છે. તેમનો વિચાર અને વિઝન ચોથી ધૂમ ફિલ્મ સાથે અગાઉ ક્યારેય ન થયો હોય તેવો સિનેમેટિક અનુભવ બનાવવાનો રહેલો છે.

ફિલ્મમાં રણબીર ના સામેલ થવા વિશે માં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રણબીર સાથે ઘણા સમયથી ચર્ચા કરવામાં આવી રહી હતી. તેણે મૂળ વિચાર સાંભળ્યો ત્યારથી જ તેણે ધૂમ-4 નો ભાગ બનવામાં રસ દાખવ્યો હતો અને હવે તે અંતે ફ્રેન્ચાઇઝી નું નેતૃત્વ કરવાની પુષ્ટિ થઈ ગઈ છે. આદિ ચોપરાને લાગે છે કે, ધૂમના વારસાને આગળ વધારવા માટે આરકે આદર્શ પસંદગી રહેલ છે. ફિલ્મમાં પોલીસના મિત્રો તરીકે બે નવા ચહેરા જોવા મળશે અને રણબીર નકારાત્મક ભૂમિકા ભજવે તેવી શક્યતા રહેલી છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, ધૂમ-4 માં યુવા પેઢીના બે મોટા હીરો પોલીસ મિત્રોની જોડી ભજવવાના છે.

હોલીવુડની મોટી એક્શન ફિલ્મોને ટક્કર આપવા માટે ધૂમ-4 ને મોટા પાયા પર બનાવવાની વિચારણા કરવા માટે આવી રહ્યા છે. આ રણબીરની કારકિર્દીની 25 મી ફિલ્મ પણ રહેવાની છે અને તે ઇચ્છે છે કે, તે એક મોટો બેન્ચમાર્ક બને જે એક અભિનેતા તરીકે તેની વર્સેટિલિટી ને વ્યાખ્યાયિત કરે. અહેવાલો મુજબ, રણબીર રામાયણ 1 અને 2 પછી ધૂમ 4 માટે શૂટિંગ કરશે. તેની સાથે તે ‘એનિમલ’ ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ માં પણ કામ કરશે.

Share This Article
Leave a comment