લોકપ્રિય અને ખૂબ જ ચર્ચિત ફિલ્મ ‘Tumbbad’ ફરી એક વખત સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની મૂળ રિલીઝ વર્ષ 2018 માં થઈ હતી. હવે છ વર્ષ પછી તેને ફરીથી રિલીઝ કરવામાં આવેલ છે. રસપ્રદ વાત એ છે કે, આ વખતે આ ફિલ્મે સિનેમા ઘરોમાં પહેલા ની કરતા વધુ સફળતા પ્રાપ્ત કરી છે. આ ફિલ્મના સહ-નિર્માતા અને અભિનેતા સોહમ શાહે ફિલ્મની સફળતાને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે તાજેતરમાં એક નામી ચેનલમાં આપેલ ઇન્ટરવ્યુ દરમિયાન, તેમણે તેને સમકાલીન હોરર ફિલ્મોથી અલગ બતાવી છે.
ઈન્ટરવ્યુ દરમિયાન સોહમ શાહે જણાવ્યું છે કે, આ ફિલ્મ અન્ય હોરર ફિલ્મોથી અલગ રહેલ છે. ફિલ્મના અનોખા પાસાઓ પર ભાર મુકતા તેમણે જણાવ્યું કે, આ ‘સ્ત્રી’ અને ‘મુંજા’ જેવી અન્ય લોકકથા આધારિત હોરર ફિલ્મોથી અલગ રહેલ છે. અભિનેતાએ જણાવ્યું કે, તેઓ દાદી-નાનીની કહાનીઓ બનાવી રહ્યા નથી. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું મેડોકની હોરર કોમેડી યુનિવર્સને મળેલી શાનદાર સફળતા ને જોતા તેમના માટે ‘Tumbbad 2’ બનાવી સરળ હશે, જે એક થીમ પર આધારિત છે? તેનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે, બંનેમાં મહત્વપૂર્ણ અંતર રહેલ છે.
અભિનેતા સહ નિર્માતા એ આ પ્રશ્નનો જવાબ આપતા જણાવવામાં આવ્યું છે કે, તેમને નથી લાગતું કે, આ કોઈ સમસ્યા છે. તેમણે કહ્યું કે, તે ફિલ્મો અલગ છે, તેમાં કોઈપણ Tumbbad જેવી નથી. આ કહાનીઓમાં ઘણો તફાવત રહેલો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તુમ્બાડ એકમાત્ર એવી ફિલ્મ છે જે દાદી-નાનીની કહાની ઓ પર આધારિત છે. અભિનેતાએ વધુમાં જણાવ્યું કે, “તેઓ દાદી-નાની કહાનીઓ બનાવી રહ્યા નથી. અમારી કહાની આધુનિક સમય પર આધારિત નથી. અમારી ફિલ્મ તે સમયમાં શરુ થાય છે અને સમાપ્ત થાય છે. અમારી પાસે એક રાક્ષસ રહેલ છે.
અભિનેતાએ ‘તુમ્બાડ’ ની પુનઃ રિલીઝની સફળતા માટે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચોક્કસપણે ફિલ્મની સફળતાએ તેમને તુમ્બાડ 2 ને લઈને પ્રોત્સાહિત કર્યા છે. આ જ કારણોસર તાજેતરમાં જ તેમણે આ ફિલ્મની સિક્વલનું ટૂંકું ટીઝર જાહેર કર્યું છે. તેમણે સિક્વલને લઈને જણાવ્યું છે કે, આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં રહેલ છે. તે સ્ક્રિપ્ટને પૂર્ણ કરવા પર કામ કરી રહ્યા છે. એક વખત સ્ક્રિપ્ટ પૂર્ણ થયા પછી જ તે બાકીની બાબતો પર વિચાર કરશે. તમને જણાવી દઈએ કે ‘તુમ્બાડ’ નું નિર્દેશન રાહી અનિલ બર્વે દ્વારા કરવામાં આવ્યું છે.